કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ દ્વારા રાઇટ ટુ રિપેર પોર્ટલ અને નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇનના નવા પ્રીમાઇસનું લોન્ચિંગ

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ દ્વારા રાઇટ ટુ રિપેર પોર્ટલ અને નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇનના નવા પ્રીમાઇસનું લોન્ચિંગ

  • રાષ્ટ્રીય ગ્રાહક દિવસ(24 ડિસેમ્બર)ના અવસર પર કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પીયૂષ ગોયલ દ્વારા તાજેતરમાં નવી દિલ્હી ખાતે રાઇટ ટુ રિપેર પોર્ટલ અને નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇનના નવા પ્રીમાઇસનું લોન્ચિંગ કરવામાં આવ્યું
  • રાઇટ ટુ રિપેર પોર્ટલ અંતર્ગત, ઉત્પાદકો પોર્ટલ પર ગ્રાહકો સાથે ઉત્પાદન વિગતોનું મેન્યુઅલ શેર કરશે. જેથી ગ્રાહકો મૂળ ઉત્પાદકો પર નિર્ભર રહેવાને બદલે તૃતીય પક્ષો પાસેથી જ પ્રત્યક્ષ સેવાઓ મેળવી શકશે.
  • રાઇટ ટુ રિપેર પોર્ટલ પર શરૂઆતમાં મોબાઇલ ફોન, ઇલેક્ટ્રોનિક, કન્ઝ્યુમર ડ્યૂરેબલ્સ, ઓટોમોબાઇલ અને ખેતીના સાધનને આવરી લેવામાં આવશે.
  • જુલાઇ 2022 માં, ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા રાઇટ ટુ રિપેરના અધિકાર પર એક વ્યાપક માળખું વિક્સાવવા માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી.
  • રાઇટ ટુ રિપેર પોર્ટલ અંતર્ગત ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ફરિયાદ દાખલ થયાના 90 દિવસની અંદર અને જ્યાં નિષ્ણાંત પુરાવા લેવાની જરૂર હોય ત્યાં 150 દિવસની અંદર ફરિયાદનો નિકાલ કરવાનું અનિવાર્ય કરવામાં આવ્યું છે.

Leave a Comment

TOPICS : , ,

Share this post