યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાને ડેટા સિક્યોરિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એક્સલન્સ એવોર્ડ – 2022 એનાયત

યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાને ડેટા સિક્યોરિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એક્સલન્સ એવોર્ડ – 2022 એનાયત

 • યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા(UIDAI) ને તાજેતરમાં ‘સરકારી ક્ષેત્રની શ્રેષ્ઠ સુરક્ષા કામગીરી’ શ્રેણી અંતર્ગત ડેટા સિક્યોરિટી કાઉન્સીલ ઓફ ઇન્ડિયા (DSCI) એક્સલન્સ એવોર્ડ – 2022 એનાયત કરવામાં આવ્યો હતો.
 • આ પુરસ્કાર ‘આધાર’ (Aadhar) આંતરમાળખાકીય સુવિધાને સુરક્ષિત કરવા બદલ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના યોગદાનને માન્યતા આપે છે, જે ભારતીય નિવાસીઓને ડિજિટલ ઓળખ આધારિત કલ્યાણકારી સેવાઓ પ્રદાન કરે છે.
 • આ પુરસ્કાર નવી દિલ્હી ખાતે આયોજિત ડેટા સિક્યોરિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ત્રણ દિવસીય વાર્ષિક માહિતી સુરક્ષા સમિટ દરમિયાન આપવામાં આવ્યો હતો.

ડેટા સિક્યોરિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એક્સલન્સ એવોર્ડ

 • ડેટા સિક્યોરિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા(DSCI)એ નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસ કંપનીઝ(NASSCOM) દ્વારા સ્થાપિત ભારતની ડેટા પ્રોટેક્શન પર એક બિન-નફાકારક ઉદ્યોગ સંસ્થા છે.

વર્ષ 2022 માટે આ પુરસ્કારો નીચે મુજબની 5 શ્રેણી અને સ્પેશિયલ જ્યુરી રેકગ્નિશન પુરસ્કાર શ્રેણી હેઠળ આપવામાં આવ્યા હતાઃ

 1. સંસ્થામાં શ્રેષ્ઠ સુરક્ષા પદ્ધતિઓ
 2. ઉદ્યોગ અગ્રણીઓઃ સિક્યોરિટી લીડર ઓફ ધ યર ,પ્રાઇવસી લીડર ઓફ ધ યર
 3. સંસ્થામાં શ્રેષ્ઠ ગોપનીયતા વ્યવહાર
 4. સાયબર સુરક્ષા પ્રચારક
 5. સાયબર સિક્યોરિટી સર્વિસીસ કંપની ઓફ ધ યર

જ્યારે સ્પેશિયલ જ્યુરી રેકગ્નિશન પુરસ્કારમાં નીચે મુજબની શ્રેણીઓનો સમાવેશ થાય છેઃ

 1. બેંકિંગમાં શ્રેષ્ઠ સુરક્ષા વ્યવહારો
 2. ઊર્જામાં શ્રેષ્ઠ સુરક્ષા પદ્ધતિઓ
 3. ભારતના ભૌગોલિક ક્ષેત્રમાં સાયબર સિક્યોરિટી સર્વિસીસ કંપની ઓફ ધ યર

Leave a Comment

Share this post