યુનાઈટેડ નેશન્સ ઈન્ટર-એજન્સી ગ્રુપ ફોર ચાઈલ્ડ મોર્ટાલિટી એસ્ટીમેશન

યુનાઈટેડ નેશન્સ ઈન્ટર-એજન્સી ગ્રુપ ફોર ચાઈલ્ડ મોર્ટાલિટી એસ્ટીમેશન (UNIGME) દ્વારા તાજેતરમાં બાળ મૃત્યુદર પર – બાળ મૃત્યુદરમાં સ્તરો અને વલણો તથા મૃત જન્મ (એટલે ડિલિવરી પહેલા અથવા તે દરમિયાન બાળકનું મૃત્યુ/નુકશાન – Stillbirth) એમ બે વૈશ્વિક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા.

UN IGME શું છે?

  • UN IGME ની રચના 2004માં બાળ મૃત્યુદર પર ડેટા શેર કરવા, બાળ મૃત્યુદરના અંદાજ માટેની પદ્ધતિઓને સુધારવા, બાળ અસ્તિત્વના લક્ષ્યો તરફ પ્રગતિ પર અહેવાલ આપવા અને બાળ મૃત્યુદરના સમયસર તથા યોગ્ય રીતે ડેટા એકત્રિત કરવા એક વ્યાપક મૂલ્યાંકન હેતુથી કરવામાં આવી હતી.
  • UN IGME નું નેતૃત્વ યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (UNICEF) કરે છે અને તેમાં વિશ્વ આરોગ્ય સંસ્થા, વિશ્વ બેંક જૂથ અને સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક બાબતોનો વિભાગ, વસ્તી વિભાગનો સમાવેશ થાય છે.

રિપોર્ટના મુખ્ય મુદ્દા

બાળ મૃત્યુદરમાં સ્તર અને વલણો

  • મૃત્યુદર સંબંધિત ડેટા : વૈશ્વિક સ્તરે 2021ના વર્ષમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના 5 મિલિયન બાળકો મૃત્યુ પામ્યા હતા. જેમાં, અડધાથી વધુ (2.7 મિલિયન) મૃત્યુ 1-59 મહિનાની વયના બાળકોના તેમજ બાકીના (2.3 મિલિયન) નિયોનટલ (જન્મના 28 દિવસમાં જ મૃત્યુ થાય) મૃત્યુ થયા હતા. આ કુલ 5 મિલિયન મૃત્યુમાંથી ભારતમાંથી 5.8 લાખ શિશુ મૃત્યુ (જન્મના એક વર્ષની અંદર મૃત્યુ પામનાર) અને 4.4 લાખ નિયોનટલ મૃત્યુ થયા હતા.
  • મૃત્યુદરમાં ઘટાડો : 21મી સદીની શરૂઆતથી 5 વર્ષથી ઓછી ઉંમરના વૈશ્વિક મૃત્યુદરમાં 50% ઘટાડો થયો છે જ્યારે વૃદ્ધ બાળકો અને યુવાનોમાં મૃત્યુદર 36% ઘટ્યો છે.
  • પ્રદેશ મુજબ વિશ્લેષણ : સબ-સહારન આફ્રિકા અને દક્ષિણ એશિયામાં બાળ મૃત્યુદરનો દર સૌથી વધુ છે, પેટા-સહારન આફ્રિકા પ્રદેશમાં જન્મેલા બાળકો જીવિત રહેવાની સૌથી ઓછી સંભાવના ધરાવે છે.
  • વધતા ચેપી રોગ : વૈશ્વિક આરોગ્ય એજન્સીના મત મુજબ જે બાળકો તેમના જન્મના પ્રથમ 28 દિવસ વટાવી લે છે તેઓ પણ ન્યુમોનિયા, ઝાડા અને મેલેરિયા જેવા ચેપી રોગોથી સંક્રમિત થવાની શક્યતા ધરાવે છે.

સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) 2022 મુજબ ભારતમાં બાળ મૃત્યુદરમાં વ્યાપક આંતર-રાજ્ય ભિન્નતા છે. દર 1,000 જીવંત જન્મો માટે મધ્ય પ્રદેશમાં શિશુ મૃત્યુ દર કેરળના શિશુ મૃત્યુ દર કરતાં છ ગણો હતો. કોઈપણ વયના પેટાજૂથમાં ગ્રામીણ ભાગોમાં બાળકોનો મૃત્યુદર તેમના શહેરી સમકક્ષો કરતાં ઘણો વધારે છે.

 

મૃત જન્મ (Stillbirth)

  • વૈશ્વિક સ્તરે 2021માં અંદાજિત 1.9 મિલિયન મૃત્યુ થયા હતા. ભારતમાં આ આંકડો લગભગ બે લાખ એંસી હજાર છે.
  • અકાળ જન્મ (ગર્ભાવસ્થાના 37 અઠવાડિયા પહેલા જન્મેલા બાળકો) : આ ‘પ્રિટર્મ બેબીઝ’ને 37 અઠવાડિયાના સગર્ભાવસ્થા પછી જન્મેલા બાળકોની સરખામણીમાં જન્મ પછી મૃત્યુનું જોખમ બે થી ચાર ગણુ વધારે હોય છે. વૈશ્વિક સ્તરે, દર 10માંથી એક પ્રિટર્મ બેબી જમ્ને છે. ભારતમાં, દર 7માંથી એક પ્રિટર્મ બેબી જમ્ને છે.
  • મૃત જન્મ (Stillbirth) : અધૂરા મહિને જન્મેલા અને મૃત્યુ પામેલા બંનેના દર અને સંખ્યા પ્રમાણમાં વધુ છે.

ભારતની સંબંધિત પહેલો

રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA), 2013 : તેનો ઉદ્દેશ્ય તેની સાથે સંકળાયેલી યોજનાઓ અને કાર્યક્રમો દ્વારા સૌથી વધુ નબળા લોકો માટે ખોરાક અને પોષણ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે, જે ખોરાકની ઉપલબ્ધતાને કાનૂની અધિકાર બનાવે છે.

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (PMMVY): સગર્ભા મહિલાઓના પ્રસૂતિ માટે વધુ સારી સુવિધાઓ મેળવવા માટે રૂ. 6,000 સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

સંકલિત બાળ વિકાસ સેવાઓ (ICDS) યોજના : તે 1975માં શરૂ કરવામાં આવી હતી અને યોજનાનો હેતુ 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને તેમની માતાઓને ખોરાક, પૂર્વશાળા શિક્ષણ, પ્રાથમિક આરોગ્યસંભાળ, રસીકરણ, આરોગ્ય તપાસ જેવી સેવાઓ પ્રદાન કરવાનો છે.

ઈટ રાઈટ ઈન્ડિયા અને ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ : સ્વસ્થ આહાર અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટેની ઝૂંબેશ.

 

Leave a Comment

Share this post