UNSCએ અબ્દુલ રહેમાન મક્કીને આંતરરાષ્ટ્રીય આતંકવાદીજાહેર કર્યો

UNSCએ અબ્દુલ રહેમાન મક્કીને આંતરરાષ્ટ્રીય આતંકવાદીજાહેર કર્યો

  • પાકિસ્તાનના અબ્દુલ રહમાન મક્કીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની પ્રતિબંધ સમિતીએ વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે.
  • ચીન તરફથી વીટો હટાવી લીધા બાદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે લશ્કરના મક્કીને ISIL દાએશ અને અલ-કાયદા પ્રતિબંધ સમિતિએ વૈશ્વિક આતંકવાદીની યાદીમાં મુક્યો છે.
  • જે સમિતિએ મક્કીને પ્રતિબંધિત કર્યો છે તેને UNSC 1267 સમિતી તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • મક્કીની સંપત્તિઓ ફ્રીઝ કરવામાં આવશે. આ સિવાય મક્કીની યાત્રા પર પણ પ્રતિબંધ રહેશે.
  • મક્કીને ભારત અને અમેરિકામાં પોતાના સ્થાનિક કાયદા હેઠળ વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે.
  • મક્કી લશ્કર-એ-તૈયબા (LeT)ના વડા અને 26/11ના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદ (Hafiz Saeed) નો સાળો છે.
  • બે વર્ષ પહેલા પાકિસ્તાનની એક આતંકવાદ વિરોધી અદાલતે પણ અબ્દુલ રહેમાન મક્કીને ટેરર ​​ફંડિંગ કેસમાં 6 મહિનાની સજા સંભળાવી હતી.
  • આ કમિટી યુએન સિક્યુરિટી કાઉન્સિલનો એક ભાગ છે અને તેનું કામ આતંકવાદીઓ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો લાગુ કરવાનું છે.
  • સુરક્ષા પરિષદના ઠરાવ 1267 દ્વારા અલ-કાયદા અને તાલિબાનને આતંકવાદી સંસ્થાઓ તરીકે નિયુક્ત કર્યા પછી 15 ઓક્ટોબર, 1999ના રોજ અલ-કાયદા સમિતિની સ્થાપના અલ-કાયદા અને તાલિબાન પ્રતિબંધ સમિતિ તરીકે કરવામાં આવી હતી.
  • 2011માં તાલિબાન માટે એક અલગ કમિટીની રચના કરવામાં આવી હતી.

Leave a Comment

Share this post