USA UNESCOમાં ફરી જોડાશે

USA UNESCOમાં ફરી જોડાશે

  • યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (UNESCO) એ જાહેરાત કરી હતી કે યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી UNESCO છોડ્યાના ચાર વર્ષ પછી જુલાઈમાં ફરી તેમાં જોડાશે.
  • USAએ યુનેસ્કો પર ઈઝરાયેલ સામે પક્ષપાતી હોવાનો આક્ષેપ કરીને 2019માં યુનેસ્કોમાંથી ખસી ગયું હતું. ફરીથી જોડાવાના પગલાને યુનેસ્કોના સભ્ય દેશોના મતનો સામનો કરવો પડશે અને તે સરળતાથી પસાર થવાની અપેક્ષા છે.

  USના યુનેસ્કોમાંથી ખસવાના કારણો

  • આ મુદ્દો 2011નો છે, જ્યારે યુનેસ્કોએ પેલેસ્ટાઈનને સભ્ય તરીકે સામેલ કર્યું હતું. જેથી USAના તત્કાલિન પ્રમુખ બરાક ઓબામાના શાસનમાં એજન્સીનું કરોડો ડોલરનું ભંડોળ અટકાવી દીધું હતું
  • પેલેસ્ટાઈનને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સાર્વભૌમ રાજ્ય તરીકે માન્યતા આપવામાં આવી નથી. 2012 માં ઇઝરાયેલના વાંધાઓ પર બિન-સભ્ય નિરીક્ષક રાજ્ય તરીકે તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો, એટલે કે તે સામાન્ય સભાની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે, પરંતુ મતદાન અધિકારોનો અભાવ હતો.
  • તત્કાલીન US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રમુખ તરીકે ચૂંટાયાના એક વર્ષ પછી, 2017માં સંસ્થામાંથી ખસી જવાનો નિર્ણય લેવાયો અને આ નિર્ણય 2019માં અમલમાં આવ્યો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ અગાઉ 1984માં રોનાલ્ડ રીગનના વહીવટ હેઠળ યુનેસ્કોમાંથી બહાર નીકળી ગયું હતું, કારણ કે તે એજન્સીને ગેરવ્યવસ્થાપિત, ભ્રષ્ટ અને સોવિયેત હિતોને આગળ વધારવા માટે ઉપયોગમાં લેવાતી તરીકે જોઇ હતી

UNESCO: United Nations Educational, Scientific and Cultural Organization

  • સ્થાપના : 16 નવેમ્બર 1945
  • મુખ્યમથક : પેરિસ, ફ્રાંસ
  • મહાનિયામક (ડિરેક્ટર જનરલ) : ઔડ્રે એઝૌલે
  • યુનેસ્કોમાં 193 સભ્ય રાજ્યો અને 11 સહયોગી સભ્યો છે.
  • યુનેસ્કો યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગ્રુપ-UNSDGના સભ્ય છે. સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓ અને સંગઠનોના આ જૂથનો હેતુ ટકાઉ વિકાસ લક્ષ્યોને પૂરા કરવાનો છે.
  • વર્ષ 1942માં, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અક્ષ રાષ્ટ્રોનો સામનો કરી રહેલા યુરોપિયન દેશોએ યુનાઇટેડ કિંગડમમાં ‘સંલગ્ન શિક્ષણ પ્રધાનોનું સંમેલન’ (સંયુક્ત શિક્ષણ પ્રધાનોનું પરિષદ – (Conference of Allied Ministers of Education – CAME) યોજ્યું હતું.
  • નવેમ્બર 1945માં લંડનમાં સંયુક્ત રાષ્ટ્રનું સંમેલન બોલાવવામાં આવ્યું હતું, જેમાં CAME ની દરખાસ્તના આધારે ‘શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંસ્થા’ સ્થાપવામાં આવી હતી. સંમેલનના અંતમાં 16 નવેમ્બર, 1945 ના રોજ યુનેસ્કોની સ્થાપના કરવામાં આવી હતી. યુનેસ્કોની જનરલ કોન્ફરન્સનું પહેલું સત્ર 1946 ના નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન પેરિસમાં યોજાયું હતુ.

Leave a Comment

Share this post