2023-2025ના સમયગાળા માટે ઉત્કર્ષ 2.0

2023-2025 સમયગાળા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI)ની મધ્યમ-ગાળાની વ્યૂહરચના માટેનું ફ્રેમવર્ક – ‘ઉત્કર્ષ 2.0’ શરૂ કરવામાં આવી.

 • નોંધીએ કે જુલાઈ 2019માં 2019-2022ના સમયગાળાને આવરી લેતું પ્રથમ વ્યૂહરચના ફ્રેમવર્ક, ‘ઉત્કર્ષ 2022’ શરૂ કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ્ય રિઝર્વ બેંકના વૈધાનિક અને અન્ય કાર્યોના પ્રદર્શનમાં સુધાર લાવવો, લોકોનો બેંન્કો પ્રતિ વિશ્વાસ મજબૂત કરવો તેમજ ઇકો-ફ્રેન્ડલી ડિજિટલ આંતરમાળખાનું નિર્માણ કરવાનો હતો.

ઉત્કર્ષ 2.0 વિશે

 • આરબીઆઈ દસ્તાવેજ જણાવે છે કે ડેટા વિશ્લેષણ અને માહિતીના સંગ્રહ માટે AI અને મશીન લર્નિંગ સંચાલિત સાધનોને અપનાવવું ઉત્કર્ષ 2.0 નો અભિન્ન ભાગ હશે.
 • ઉત્કર્ષ 2.0 ગ્રાહકોમાં બેંકોની વિશ્વસનીયતા વધુ મજબૂત કરશે. દેખરેખને મજબૂત કરવાની સાથે નવી ટેક્નોલોજીના આધારે નાગરિકોનો આરબીઆઈમાં વિશ્વાસ વધારશે.

ઉદ્દેશ્ય/હેતુ

 • કિંમત અને નાણાકીય સ્થિરતાના સંદર્ભમાં ભારતના લોકોના આર્થિક અને નાણાકીય સુખાકારીને પ્રોત્સાહન આપવું; નાણાકીય સેવાઓ માટે વાજબી અને સાર્વત્રિક ઍક્સેસ; અને એક મજબૂત, ગતિશીલ અને પ્રતિભાવશીલ નાણાકીય મધ્યસ્થી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવું.
 • કાર્યક્ષેત્રમાં આવતા બજારો અને સંસ્થાઓનું નિયમન કરવું, નાણાકીય વ્યવસ્થાની સ્થિરતા અને ગ્રાહક સુરક્ષાની ખાતરી કરવી.
 • નાણાકીય અને ચુકવણી પ્રણાલીઓની અખંડિતતા, કાર્યક્ષમતા, સર્વસમાવેશકતા અને સ્પર્ધાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે સરકાર તથા બેંકોને કરન્સી તેમજ બેંકિંગ સેવાઓનું કાર્યક્ષમ સંચાલન સુનિશ્ચિત કરવું
 • દેશના સંતુલિત, સમાન અને ટકાઉ આર્થિક વિકાસને ટેકો આપવો.

ઉત્કર્ષ 2.0 અંતર્ગત છ વિઝન

 • વૈધાનિક અને અન્ય કાર્યોની કામગીરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવું
 • RBIમાં નાગરિકો અને અન્ય સંસ્થાઓનો વિશ્વાસ મજબૂત બનાવવો
 • રાષ્ટ્રીય અને વૈશ્વિક ભૂમિકાઓમાં ઉન્નત સુસંગતતા અને મહત્વ
 • પારદર્શક, જવાબદાર અને નૈતિકતા આધારિત આંતરિક શાસન સ્થાપવા પ્રયાસ કરવા
 • ઇકો-ફ્રેન્ડલી એવી ડિજિટલ તેમજ ભૌતિક માળખાકીય સુવિધાઓ વિકસાવવી
 • નવીન, ગતિશીલ અને કુશળ માનવ સંસાધનનું નિર્માણ કરવું

Leave a Comment

TOPICS : , ,

Share this post