ઉત્તરામેરુર શિલાલેખ

  • ઉત્તરામેરુર (જે અગાઉ ચતુર્વેદિમંગલમ તરીકે ઓળખાતું હતું) એ ભારતના તમિલનાડુ રાજ્યના કાંચીપુરમ જિલ્લામાં આવેલું એક પંચાયત નગર છે .
  • તે તમિલનાડુની રાજધાની ચેન્નાઈથી 90 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત છે. તે તેના મંદિરના શિલાલેખો માટે જાણીતું છે જે 7મી થી 9મી સદીની આસપાસ અસ્તિત્વમાં રહેલી સ્વ-શાસન પ્રણાલીનું વર્ણન કરે છે.
  • ઉત્તરામેરુર મૂળ બ્રાહ્મણ વસાહત તરીકે અસ્તિત્વમાં હતું. પલ્લવ રાજા નંદીવર્મન II (ઇ.સ. 720-796) દ્વારા ઔપચારિક રીતે તેને બ્રહ્મદેય ગામ તરીકે સ્થાપિત કરાયું હતું.
  • તેમણે આ ગામ શ્રીવૈષ્ણવ સમુદાયના વૈદિક બ્રાહ્મણોને દાનમાં આપ્યું હોવાનું માનવામાં આવે છે. (બ્રહ્મદેય ગામ એટલે એવું ગામ કે જે વિદ્વાન બ્રાહ્મણોને દાનમાં આપવામાં આવ્યા હોય)
  • અહીં લગભગ 25 શિલાલેખો હયાત છે, જે લગભગ ચાર પલ્લવ રાજાઓના શાસનને દર્શાવે છે; . પરંતક ચોલ I (907-950), રાજરાજા ચોલ (985-1014), રાજેન્દ્ર ચોલા I (1012-1044) અને કુલોથુંગા ચોલા I (1070-1120).
  • 9મી સદીના અંતમાં, ચોલ વંશ દ્વારા આ પ્રદેશ પર આધિપત્ય સ્થાપવામાં આવ્યું હતું ના સમયગાળાના શિલાલેખો છે.
  • આ શિલાલેખ પરથી તત્કાલીન સમયગાળાની રાજકીય, સામાજિક અને આર્થિક પરિસ્થિતિ વિશે જાણકારી મળે છે.
  • શિલાલેખમાં ગ્રામસભા પ્રણાલી અને તેના કાયદા/નિયમો તેમજ ન્યાયના વહીવટ તથા કરની વસૂલાત વિશેની વિગતોનો ઉલ્લેખ છે.
  • તે તમિલ ભાષાના પ્રારંભિક સ્વરૂપમાં લખાયેલ છે અને દક્ષિણ ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિના અભ્યાસ માટે માહિતીનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત પૂરો પાડે છે.
  • તાજેતરમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રમોદીએ મન કી બાત કાર્યક્રમમાં તેનો ઉલ્લેખ કર્યો હતો.

Leave a Comment

Share this post