દેશમાં પ્રથમ વખત સ્ટેટ હાઇવેનો એક ભાગ CGBM પદ્ધતિથી બનાવાશે

દેશમાં પ્રથમ વખત વડોદરા-વાઘોડિયા સ્ટેટ હાઇવેનો એક ભાગ CGBM પદ્ધતિથી બનાવાશે

  • સમગ્ર દેશમાં પ્રથમ વખત વડોદરા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાઘોડિયા સુધીના સ્ટેટ હાઇવેના એક ભાગને સિમેન્ટ ગ્રાઉટેડ બિટ્યુમિનસ મિક્સથી બનાવવામાં આવી રહ્યો છે.
  • માર્ગના લાંબા આયુષ્ય માટે અકસીર પૂરવાર થયેલી આ પદ્ધતિથી વડોદરાથી વાઘોડિયા સુધીના સ્ટેટ હાઇવેના 4200 મિટર હિસ્સાને સિમેન્ટ ગ્રાઉટેડ બિટ્યુમિનસ મિક્સથી બનાવવામાં આવશે.
  • આ ઉપરાંત આ રોડ ઉપર તેના કિનારે જીઓ ટેક્સટાઇલ પણ પાથરી પાણીથી થતાં નુકસાનથી રક્ષિત કરવામાં આવશે.
  • વાઘોડિયા સ્ટેટ હાઇવેનો એક ભાગ વારંવાર તૂટી જવાની સમસ્યા નિવારવા સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટની મદદ લેવાઇ છે.
  • સિમેન્ટ ગ્રાઉટેડ બિટ્યુમિનસ મિક્સમાં એવું કરવામાં આવે છે કે, ડામરના મિક્સમાં એરવોઇડ રહેવા દેવામાં આવે છે. સામાન્ય રીતે પરંપરાગત પદ્ધતિમાં રોડરોલર ચલાવી આવા ગેપ પૂરી દેવામાં આવતા હોય છે. નાના નાના ગેપ ઉપર સિમેન્ટ અને અન્ય પદાર્થથી બનેલી ગ્રાઉટની લાપી મારવામાં આવે છે અને આ લાપીથી ગેપ પૂરી દેવામાં આવે છે. જેને સિમેન્ટ ગ્રાઉટેડ બિટ્યુમિનસ મિક્સ કહેવામાં આવે છે.

Leave a Comment

Share this post