વરુણ નૌસેના કવાયતની 21મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું

ભારત અને ફ્રાન્સની નૌકાસેના વચ્ચે તાજેતરમાં વરુણ કવાયતની 21મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું.

મુખ્ય મુદ્દા

  • બંને દેશની નૌસેના દ્વારા એર ડિફેન્સ કવાયત, વ્યૂહાત્મક દાવપેચ, સરફેસ ફાયરિંગ અને અન્ય દરિયાઈ કામગીરી સબંધિત પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.
  • કવાયતની આ આવૃત્તિમાં ભારતીય નૌકાદળના સ્વદેશી ગાઈડેડ મિસાઈલ સ્ટીલ્થ ડિસ્ટ્રોયર INS ચેન્નાઈ, મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ P-8I અને ડોર્નિયર, ઈન્ટિગ્રલ હેલિકોપ્ટર અને MiG29K ફાઈટર એરક્રાફ્ટ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો.
  • ફ્રેન્ચ નૌકાદળનું પ્રતિનિધિત્વ એરક્રાફ્ટ કેરિયર ચાર્લ્સ ડી ગોલે, ફ્રિગેટ્સ FS ફોરબિન અને પ્રોવેન્સ, સપોર્ટ વેસલ FS માર્ને અને મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ એટલાન્ટિક દ્વારા કરવામાં આવ્યું હતું.

વરુણ કવાયત વિશે

  • 1993માં શરૂ કરાયેલી દ્વિપક્ષીય કવાયતને 2001માં ‘વરુણ’ નામ આપવામાં આવ્યું હતું.
  • વરુણ કવાયત ભારત અને ફ્રાન્સ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવામાં અને બંને નૌકાદળો વચ્ચે આંતર-કાર્યક્ષમતા તથા સમજણને વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે બંને દેશો માટે પ્રાદેશિક શાંતિ, સુરક્ષા અને સ્થિરતા પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
  • આ કવાયત ભારતીય નૌકાદળને ફ્રેન્ચ નૌકાદળની અદ્યતન ક્ષમતાઓ અને ટેક્નોલોજીઓમાંથી શીખવા અને તેની પોતાની દરિયાઈ ક્ષમતાઓને સુધારવા માટે પણ સક્ષમ બનાવે છે.

ભારતીય નૌસેનાની અન્ય દેશો સાથે યોજાતી દરિયાઇ કવાયતો

નસીમ અલ બહર ભારત – ઓમાન
સમુદ્રશક્તિ ભારત-ઇન્ડોનેશિયા
ઝૈર-અલ-બહર ભારત-કતાર
બોંગોસાગર ભારત-બાંગ્લાદેશ
SLINEX ભારત-શ્રીલંકા
JIMEX ભારત-જાપાન
SIMBEX ભારત-સિંગાપોર
Indo-Thai CORPAT (India-Thailand Coordinated Patrol) ભારત-થાઇલેન્ડ

Leave a Comment

Share this post