વિદિશા – MP, અત્યાધુનિક 5G ઉપયોગ બાબતોને લાગુ કરનાર પહેલો જિલ્લો

તાજેતરમાં મધ્યપ્રદેશનો મહત્વાકાંક્ષી જિલ્લો વિદિશા, ભારતનો પ્રથમ એવો જિલ્લો બન્યો છે જ્યાં સ્ટાર્ટઅપ્સ દ્વારા અત્યાધુનિક 5Gટેચ્નોલોજી પ્રસ્થાપિત કરવામાં આવી છે.

  • જે એડિશનલ સેક્રેટરી (ટેલિકોમ) અને એડમિનિસ્ટ્રેટર USOF ના નિર્દેશન હેઠળ વિદિશા જિલ્લા વહીવટીતંત્ર અને સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલીમેટિક્સ (C-DOT), ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DOT) દ્વારા કરાયેલી સંયુક્ત પહેલ છે.
  • આરોગ્ય, કૃષિ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ પર પ્રાથમિક ધ્યાન કેન્દ્રિત કરીને વિદિશા (આકાંક્ષી જિલ્લો), મધ્યપ્રદેશ  સ્ટાર્ટઅપ્સ અને એસએમઈના 5G/4G/IoT નવીન અભિગમોને અમલમાં મૂકવા માટે અગ્રેસર છે.

સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલીમેટિક્સ (C-DOT)

  • તેની સ્થાપના વર્ષ 1984માં કરવામાં આવી હતી.
  • તે ભારત સરકારના DoTનું સ્વાયત્ત ટેલિકોમ R&D કેન્દ્ર છે.
  • તે સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ, 1860 હેઠળ નોંધાયેલ સોસાયટી છે.
  • તે ભારત સરકારના વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન વિભાગ (DSIR) સાથે નોંધાયેલ જાહેર ભંડોળ પ્રાપ્ત સંશોધન સંસ્થા છે.
  • હાલમાં, C-DOT સરકારના વિવિધ મુખ્ય કાર્યક્રમોના ઉદ્દેશ્યોને સાકાર કરવા માટે કામ કરી રહી છે. જેમાં ડિજિટલ ઈન્ડિયા, ભારતનેટ, સ્માર્ટ સિટી વગેરેનો સમાવેશ થાય છે.

Leave a Comment

Share this post