વિદ્યાગૌરી રમણભાઈ નીલકંઠ

 વિદ્યાગૌરી રમણભાઈ નીલકંઠ

  • વિદ્યાગૌરી રમણભાઈ નીલકંઠનો જન્મ 1 જૂન 1876, અમદાવાદમાં થયો હતો તથા અવસાન 7 ડિસેમ્બર 1958ના રોજ થયું હતું. તેઓ ગોપીલાલ ધ્રુવ અને બાલાબેનના સંતાન તથા સમાજ સુધારક અને કવિ ભોળાભાઇ દિવેટીયાના પૌત્રી હતા. એમનાં નાના બહેન શારદાબહેન સાથે ગુજરાત કૉલેજમાંથી 1901માં ગુજરાતીમાં બી.એ.ની પદવી પ્રાપ્ત કરનાર સૌપ્રથમ આ બે બહેનો હતા. 1889માં એમનું લગ્ન રમણભાઈ નીલકંઠ સાથે થયું હતું. તેમણે 1926માં ‘કૈસરે હિન્દ’ નો ઈલકાબ મેળવ્યો હતો. વીરમગામમાં સત્યાગ્રહી બહેનો ઉપર જે જુલમ થયા હતા તેની જાણ થઈ ત્યારે તેના વિરોધમાં સરકારનો ઇલકાબ તેમણે પરત કર્યો હતો. પહેલા વિશ્વયુદ્ધ વખતે ‘વૉર રિલીફ ફંડ’ માટે નાણાં એકઠાં કરવામાં પણ તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી. 1946માં વડોદરામાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના 15મા સંમેલનમાં પ્રમુખ બન્યા હતા.
  • તખલ્લુસો  : ‘એક અમદાવાદી સુરતી’, ‘ઓશિંગણ’, ‘કોકિલા ઉર્ફે કોયલ ઉર્ફે પરભૃતિકા’, ‘નચિન્ત’
  • લેખસંગ્રહો  : ગૃહદીપિકા (1931), નારીકુંજ (1956) અને જ્ઞાનસુધા (1957)
  • ‘The Lake of Palms’ એ શ્રી રમેશચંદ્ર દત્તની વાર્તાનું ‘સુધાહાસિની’ (1907) નામે ભાષાંતર કર્યું.
  • ‘The Position of Women in India’નો ‘હિન્દુસ્તાનમાં સ્ત્રીઓનું સામાજિક સ્થાન’ એ નામે અનુવાદ (1915) કર્યો.
  • 1916માં ‘પ્રો. ધોંડો કેશવ કર્વે’ – એ જીવનચરિત્ર લખ્યું છે.

Leave a Comment

Share this post