વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

  • એશિયા કપ 2023ની સુપર-4 મેચમાં વિરાટ કોહલીએ વનડેમાં સૌથી ઝડપી 13 હજાર રન પૂરા કરવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ સાથે જ કોહલીએ ‘ગોડ ઓફ ક્રિકેટ’ સચિન તેંડુલકરનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે.
  • કોહલીએ પોતાના વનડે કરિયરની 268મી ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. સચિને 321મી ઇનિંગ્સમાં 13 હજાર રન પૂરા કર્યા હતા.

વિરાટ કોહલીની કુલ સદી

  • કોહલીએ પોતાના ઈન્ટરનેશનલ કરિયરની 77મી તથા વનડે ઈન્ટરનેશનલની આ 47માં સદી પુરી કરી હતી.
  • વિરાટ કોહલીની કુલ સદી
  1. ટેસ્ટ – 29
  2. ODI – 47
  3. ટી-20 – 01

13 હજાર રન પૂરા કરનાર ખેલાડી

બેટ્સમેન મેચ ઇનિંગ્સ
વિરાટ કોહલી 278 267
સચિન તેંડુલકર 330 321
રિકી પોન્ટિંગ 350 341
કુમાર સંગાકારા 386 363
સનથ જયસૂર્યા 428 416

Leave a Comment

Share this post