વિશ્વભારતી વિશ્વની પ્રથમ લિવિંગ હેરિટેજ યુનિવર્સિટી બનશે

 • વિશ્વભારતી યુનિવર્સિટી, પશ્ચિમ બંગાળ વિશ્વની પ્રથમ “લિવિંગ હેરિટેજ યુનિવર્સિટી” બનવાની તૈયારીમાં છે.
 • યુનિવર્સિટીને એપ્રિલ અથવા મે 2023માં યુનેસ્કો તરફથી હેરિટેજ ટેગ મળવાની અપેક્ષા છે.
 • 2010 માં ટાગોરની 150મી જન્મજયંતિની ઉજવણીમાં ટાગોરની સાંસ્કૃતિક વહેણની માન્યતા મેળવવા માટે શાંતિનિકેતન [વિશ્વ ભારતી] માટે યુનેસ્કો હેરિટેજ સાઇટનો દરજ્જો મેળવવા માટે કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે બીજી વખત અપીલ કર્યાના 11 વર્ષ બાદ આ વિકાસ થયો છે.
 • વિશ્વભારતી વિશ્વવિદ્યાલયની સ્થાપના 1921માં રવિન્દ્રનાથ ટાગોરે પશ્ચિમ બંગાળના શાંતિનિકેતન નગરમાં કરી હતી.
 • આ ભારતના મુખ્ય કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોમાંનુ એક છે.
 • મે,1951માં સંસદે એક અધિનિયમ હેઠળ વિશ્વભારતીને એક કેન્દ્રીય વિશ્વવિદ્યાલય અને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા ઘોષિત કરી હતી.
 • યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે.
 • રવિન્દ્રનાથ ટાગોરના પિતા મહર્ષિ દેવેન્દ્રનાથ ટાગોરે 1863માં પોતાની  સાધના માટે કોલકત્તા પાસે બોલપુર નામના ગામમાં એક આશ્રમની સ્થાપના કરી હતી જેનુ નામ ‘શાંતિ નિકેતન’ રાખ્યુ હતુ.
 • આ જગ્યાએ ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે બાળકોના શિક્ષણ માટે એક પ્રયોગાત્મક વિદ્યાલય સ્થાપિત કર્યુ હતુ જે પ્રારંભમાં બ્રહ્મ વિદ્યાલય અને બાદમાં ‘શાંતિ નિકેતન’ના નામથી જાણીતુ બન્યુ.
 • આજે શાંતિ નિકેતનનુ નામ વિશ્વભારતી છે. જે  પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં સ્થિત છે.

UNESCO ( United Nations Educational, Scientific and Cultural Organization )

 • સ્થાપના :- 16 નવેમ્બર 1945
 • મુખ્યમથક: પેરિસ, ફ્રાંસ
 • મહાનિયામક (ડિરેક્ટર જનરલ):- ઔડ્રે એઝૌલે
 • યુનેસ્કોમાં 193 સભ્ય રાજ્યો અને 11 સહયોગી સભ્યો છે.
 • યુનેસ્કો યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગ્રુપ-UNSDGનું સભ્ય છે. સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓ અને સંગઠનોના આ જૂથનો હેતુ ટકાઉ વિકાસ લક્ષ્યોને પૂરા કરવાનો છે.
 • યુનેસ્કોના સભ્ય દેશોમાં સમાવિષ્ટ ત્રણ દેશો સંયુક્ત રાષ્ટ્રના સભ્યો નથી: કુક આઇલેન્ડ્સ, નીયુ અને પેલેસ્ટાઇન,
 • જ્યારે સંયુક્ત રાષ્ટ્રના ત્રણ સભ્ય દેશો ઇઝરાઇલ, લિક્ટેન્સટીન, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા યુનેસ્કોના સભ્ય દેશોમાં સમાવિષ્ટ નથી

Leave a Comment

Share this post