વિવેક રામાસ્વામી

 વિવેક રામાસ્વામી

  • ભારતીય-અમેરિકન વિવેક રામાસ્વામીએ અમેરિકાની 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી માટે ઉમેદવારી મેળવવાની રેસમાં જોડાવાની જાહેરાત કરી છે.નિક્કી હેલી પછી તે બીજા ભારતીય-અમેરિકન છે જેમણે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાનો દાવો રજૂ કર્યો છે. નિક્કી હેલીએ તાજેતરમાં રિપબ્લિકન પાર્ટી વતી અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાની ઉમેદવારી રજૂ કરી હતી.
  • વિવેકનો જન્મ 9 ઓગસ્ટ,1985ના રોજ સિનસિનાટી,ઓહિયોમાં થયો હતો. તેમના માતા-પિતા ભારતના કેરળ રાજ્યમાંથી સ્થળાંતર કરીને અમેરિકામાં સ્થાયી થયા હતા. વિવેક સ્ટ્રાઈવ એસેટ મેનેજમેન્ટના સહ-સ્થાપક અને એક્ઝિક્યુટિવ ચેરમેન છે.

Leave a Comment

Share this post