વૉઇસ ઑફ ધ ગ્લોબલ સાઉથ સમિટ

ભારતના વડાપ્રધાનશ્રી દ્વારા તાજેતરમાં ‘વૉઇસ ઑફ ધ ગ્લોબલ સાઉથ સમિટ’નું વર્ચ્યુઅલી ઉદ્‍ઘાટન કરવામાં આવ્યું હતું.

સમિટ વિશે મુખ્ય મુદ્દા

  • યુક્રેનમાં મહામારી અને યુદ્ધની અસરો અંગે વિકાસશીલ દેશોના મંતવ્યો સ્પષ્ટ કરવા માટે ભારતે આ સમિટનું આયોજન કર્યું હતું.
  • આ ઇવેન્ટ અંતર્ગત નાણાં, ઊર્જા, શિક્ષણ, વિદેશી અને વાણિજ્યક બાબતો સહિત આઠ મંત્રી સ્તરીય સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • થીમ : અવાજની એકતા, ઉદ્દેશ્યની એકતા (Unity of Voice, Unity of Purpose)
  • આ સમિટ વૈશ્વિક દક્ષિણના દેશોને એકસાથે લાવીને વિવિધ મુદ્દાઓ પર તેમના દ્રષ્ટિકોણ અને પ્રાથમિકતાઓને શેર કરવાનું એક સામાન્ય મંચ પ્રદાન કરે છે.

ગ્લોબલ નોર્થ અને ગ્લોબલ સાઉથ દેશ એટલે શું?

  • ગ્લોબલ નોર્થ અને ગ્લોબલ સાઉથની વિભાવનાનો ઉપયોગ સામાજિક-આર્થિક અને રાજકીય લાક્ષણિકતાઓ સાથે સબંધિત વૈશ્વિક દેશોના જૂથનું વર્ણન કરવા માટે થાય છે.
  • ગ્લોબલ સાઉથ શબ્દનો ઉપયોગ લેટિન અમેરિકા, એશિયા, આફ્રિકા અને ઓશનિયાના વિસ્તારોને ઓળખવા માટે થાય છે. તે “થર્ડ વર્લ્ડ” અને “પેરિફેરી” સહિતના શબ્દોના પરિવારમાંથી આવે છે, જે યુરોપ અને ઉત્તર અમેરિકાની બહારના પ્રદેશોને દર્શાવે છે, આમાંના મોટાભાગના દેશો ઓછી આવક ધરાવતા હોય તેવા તેમજ રાજકીય અથવા સાંસ્કૃતિક રીતે હાંસિયામાં ધકેલાઈ ગયેલા દેશોનો સંદર્ભ આપે છે. સરળ શબ્દોમાં કહીએ તો સામાન્ય રીતે વિકાસશીલ દેશો માટે ‘ગ્લોબલ સાઉથ’ શબ્દપ્રયોગ કરવામાં આવે છે.
  • ગ્લોબલ નોર્થ શબ્દનો ઉપયોગ ઓસ્ટ્રેલિયા, કેનેડા, સમગ્ર યુરોપ અને રશિયા, ઇઝરાયેલ, જાપાન, ન્યુઝીલેન્ડ, સિંગાપોર, દક્ષિણ કોરિયા, તાઇવાન, યુનાઇટેડ સ્ટેટ્સ વગેરે જેવા દેશોને ઓળખવા માટે થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો સામાન્ય રીતે વિકસિત દેશો માટે ‘ગ્લોબલ નોર્થ’ શબ્દપ્રયોગ કરવામાં આવે છે.

Leave a Comment

Share this post