WEFનું 4th Industrial Revolution (C4IR) કેન્દ્ર ભારતમાં

દાવોસ ખાતે આયોજિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)ની સમિટ દરમિયાન જાહેરાત કરવામાં આવી હતી કે એ ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટેનું કેન્દ્ર (C4IR- Centre for the Fourth Industrial Revolution) ભારતના હૈદરાબાદ, તેલંગણાની પસંદગી કરવામાં આવી છે.

C4IR તેલંગાણા વિશે

  • આ સેન્ટર WEF અને તેલંગણા રાજ્ય સરાકાર વચ્ચે ખાનગી ક્ષેત્રના સહયોગ દ્વારા સંચાલિત થશે.
  • C4IR તેલંગાણા ફોરમના ચોથા ઔદ્યોગિક ક્રાંતિ નેટવર્કમાં જોડાનાર 18મું કેન્દ્ર છે.
  • તે ભારતીય આરોગ્યસંભાળ પ્રણાલીમાં સુધારો કરવાના ધ્યેય સાથે આરોગ્યસંભાળ અને જીવન વિજ્ઞાન પર ધ્યાન કેન્દ્રિત કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.
  • આ માટેની પહેલનું નેતૃત્ત્વ સ્વાયત્ત બિન-લાભકારી સંસ્થા એવી તેલંગાણા લાઇફ સાયન્સ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે.
  • C4IR તેલંગાણા જીનોમિક્સ અને વ્યક્તિગત દવા સહિત નવી તકનીકોના વિકાસને સરળ અને વેગ આપશે. નવું કેન્દ્ર આ પ્રદેશનું પ્રથમ હેલ્થકેર અને લાઇફ સાયન્સ 4IR કેન્દ્ર હશે.

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)

  • સ્થાપના વર્ષ      : 1971
  • WEF ના સ્થાપક :  ક્લાઉસ શ્વાબ
  • WEF હેડક્વાર્ટર :  કોલોની, સ્વિટ્ઝર્લૅન્ડ
  • હેતુ              : જાહેર-ખાનગી સહકાર માટે આંતરરાષ્ટ્રીય સંસ્થા

 

ઔદ્યોગિક ક્રાંતિ

પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિ 1765 : પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિ પ્રોટો-ઔદ્યોગિકીકરણ સમયગાળાને અનુસરે છે. તે 18 મી સદીના અંતથી 19 મી સદીની શરૂઆતમાં શરૂ થયું હતું . યાંત્રિકરણના રૂપમાં ઉદ્યોગોમાં સૌથી મોટા ફેરફારો આવ્યા. યાંત્રિકરણને કારણે સામાજિક અર્થતંત્રની કરોડરજ્જુ તરીકે ઉદ્યોગોએ કૃષિનું સ્થાન લીધું.

બીજી ઔદ્યોગિક ક્રાંતિ 1870 : તે 19મી સદીના અંતમાં શરૂ થઇ. ઓટોમોબાઈલ અને પ્લેનની શોધ, વીજળી, ગેસ અને ક્રુડ ઓઇલનું ઉત્પાદન.

ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિ 1969 : 20 મી સદીના ઉત્તરાર્ધમાં શરૂઆત થઇ. ઈલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ્યુનિકેશન અને કોમ્પ્યુટર, અવકાશ અભિયાનો, સંશોધન તથા રોબોટનો ઉદભવ.

ચોથી ઔદ્યોગિક ક્રાંતિ : જે ‘ઇન્ડસ્ટ્રી 4.0’ તરીકે પણ ઓળખાય છે. ચોથી ઔદ્યોગિક ક્રાંતિ  એ એક સામૂહિક શબ્દ છે જે ઘણી સમકાલીન ઓટોમેશન, ડેટા એક્સચેન્જ અને મેન્યુફેક્ચરિંગ ટેક્નોલોજી, ક્લાઉડ કંપ્યુટિંગ, બિગ ડેટા, એડિટિવ મેન્યુફૈકચરિંગનો સમાવેશ કરે છે. તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ થકી સાયબર ફિઝિકલ સિસ્ટમ્સ, ઇન્ટરનેટ ઑફ થિંગ્સ અને ઇન્ટરનેટ ઑફ સર્વિસિસને એકસાથે લાવે છે. નોંધીએ કે 4th Industrial Revolution શબ્દનો પ્રયોગ સૌપ્રથમવાર 2016ના વર્ષમાં WEFના તત્કાલીન કાર્યકારી પ્રમુખ ક્લૉસ શ્વાબ દ્વારા કરવામાં આવ્યો હતો.

Leave a Comment

Share this post