Women’s Premier League (WPL)

 Women’s Premier League (WPL)

  • ભારતમાં થનારી મહિલા આઈપીએલ માટે પાંચ ફ્રેંચાઈઝી બનાવવામાં આવી છે.
  • તેમાં અમદાવાદની ક્રિકેટ ટીમ જાણીતા બિઝનેસ હાઉસ અદાણી દ્વારા ખરીદવામાં આવી છે.
  • અદાણી સ્પોર્ટ્સલાઈન પ્રાઈવેટ લિમિટેડે રૂ.1289 કરોડની સૌથી મોંઘી બોલી લગાવીને અમદાવાદ ફ્રેન્ચાઈઝીના માલિકી હક્કો ખરીદ્યા છે.
  • BCCIને પાંચ ટીમો પાસેથી 4669.99 કરોડ રૂપિયા મળ્યા છે.
  • મહિલા IPLનું સત્તાવાર નામ હવે બદલીને મહિલા પ્રીમિયર લીગ (WPL) કરવામાં આવ્યું છે.
  • વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનમાં પ્રવેશનારી પાંચ ટીમો મુંબઈ, અમદાવાદ, બેંગલુરુ, લખનૌ અને દિલ્હી હશે.
  • પ્રથમ સિઝનમાં 22 મેચોની શક્યતા છે.
  • આ તમામ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ અને ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાઈ શકે છે.

કોણે પાંચ ટીમો કેટલામાં ખરીદી?

  1. અદાણી સ્પોર્ટ્સલાઇન PVT. LTD, અમદાવાદ, રૂ. 1289 કરોડ.
  2. Indiawin Sports PVT. LTD, મુંબઈ, 912.99 કરોડ
  3. રોયલ ચેલેન્જર્સ સ્પોર્ટ્સ PVT. LTD, બેંગલુરુ, 901 કરોડ
  4. JSW GMR ક્રિકેટ પ્રા. LTD, દિલ્હી, 810 કરોડ
  5. કેપ્રી ગ્લોબલ હોલ્ડિંગ્સ PVT. LTD, લખનૌ, 757 કરોડ

ટુર્નામેન્ટમાં પાંચ ટીમો ભાગ લેશે

શહેર માલિક ક્લબનું નામ
અમદાવાદ ગૌતમ અદાણી ( અદાણી જૂથ ) ગુજરાત જાયન્ટ્સ
બેંગલુરુ યુનાઇટેડ સ્પિરિટ્સ આરસીબી વુમન
દિલ્હી સજ્જન જિંદાલ
ગ્રાંધિ મલ્લિકાર્જુન રાવ
દિલ્હી કેપિટલ વુમન
લખનૌ કેપ્રી ગ્લોબલ TBD
મુંબઈ મુકેશ અંબાણી MI વુમનની

WPL

  • મહિલા આઈપીએલમાં ખેલાડીઓ માટે પુરુસ્કાર રકમ 10 કરોડ રૂપિયા રાખવામાં આવી છે.ચેમ્પિયન ટીમને 6 કરોડ અને રનર્સ અપને 3 કરોડ રૂપિયા મળશે.ત્રીજા સ્થાને રહેનારી ટીમને 1 કરોડ રૂપિયા મળશે.ખેલાડીઓની ઇનામી રકમના 100 ટકા ખેલાડીઓમાં જ વહેંચવામાં આવશે.
  • વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) એ ભારતની મહિલા T20 ફ્રેન્ચાઇઝી ક્રિકેટ લીગ છે.
  • તેની સ્થાપના ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા કરવામાં આવી હતી.
  • અરુણ સિંહ ધૂમલ તેના અધ્યક્ષ છે

ટીમ કમ્પોઝિશનના કેટલાક નિયમો (2023 સીઝન મુજબ) નીચે મુજબ છે:

  • ટીમમાં વધુમાં વધુ 6 વિદેશી ખેલાડીઓ સાથે 18 ખેલાડીઓ હોવા જોઈએ.
  • સમગ્ર ટુકડીની વેતન મર્યાદા ₹ 12 કરોડ (US$1.5 મિલિયન) થી વધુ ન હોવી જોઈએ .
  • અંડર-19 ખેલાડીઓની પસંદગી કરી શકાતી નથી સિવાય કે તેઓ પહેલા ફર્સ્ટ ક્લાસ અથવા લિસ્ટ A ક્રિકેટ રમ્યા હોય.
  • એક ટીમ તેમની પ્લેઈંગ ઈલેવનમાં વધુમાં વધુ 5 વિદેશી ખેલાડીઓ રમી શકે છે, જેમાંથી ચાર પૂર્ણ સભ્ય દેશોમાંથી અને પાંચમું એસોસિયેટ સભ્ય રાષ્ટ્રમાંથી હોઈ શકે છે.

Leave a Comment

Share this post