વર્લ્ડ એઈડ્સ વેક્સિન  દિવસ (World AIDS Vaccine Day)

વર્લ્ડ એઈડ્સ વેક્સિન દિવસ (World AIDS Vaccine Day)

  • દર વર્ષે 18 મેના રોજ વર્લ્ડ એઈડ્સ વેક્સિન દિવસ (World AIDS Vaccine Day) ઉજવવામાં આવે છે. વૈશ્વિક સ્તરે થતી આ ઉજવણીને HIV વેક્સિન  જાગૃતિ દિવસ (HIV Vaccine Awareness Day) પણ કહેવાય છે. HIV ઇન્ફેક્શન અને AIDS રોકવા HIV વેક્સિનની જરૂરિયાત અંગે જાગૃતિ માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્લ્ડ એઇડ્સ રસી દિવસના લક્ષ્યને ધ્યાનમાં રાખીને દર વર્ષે  જાગૃતિ અભિયાનના ભાગ રૂપે કોઈ ખાસ થીમ પસંદ કરવામાં આવે છે.

વર્લ્ડ AIDS વેક્સિન  દિવસનો ઇતિહાસ અને મહત્ત્વ

  • 1998ની 18મી મેના રોજ વિશ્વમાં પ્રથમ વખત વર્લ્ડ AIDS વેક્સિન ડેની ઉજવણી થઈ હતી. 1997માં 18 મેના રોજ મોર્ગન સ્ટેટ યુનિવર્સિટીમાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન દ્વારા અપાયેલા ભાષણથી HIV વેક્સિન જાગૃતિ દિવસ ઉજવવા અંગે વિચાર અસ્તિત્વમાં આવ્યો હતો. ક્લિન્ટને જીવલેણ રોગને નાબૂદ કરવા માટે રસીની સંપૂર્ણ આવશ્યકતા સૂચવી હતી. તેમણે HIV સામે લડવા માટે વિજ્ઞાન અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ અને રસી ઉત્પન્ન કરવા પર ભાર મૂક્યો હતો. આમ એઇડ્સના જીવલેણ રોગથી વિશ્વનું રક્ષણ થશે તેવું સૂચન કર્યું હતું.

HIV – AIDS

  • HIV એટલે હ્યુમન ઇમ્યુનોડીફીસિયન્સી વાયરસ, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ પર હુમલો કરે છે. HIVનું સંક્રમણ ઉપયોગમાં લેવાયેલી સોય, લોહી, સુરક્ષા વગર શારીરિક સંબંધ બાંધવાથી લાગી શકે. ગર્ભાવસ્થા દરમિયાન માતાથી બાળકમાં પણ સંક્રમણ પહોંચી શકે છે. સંક્રમણ લાગવાના થોડા સમયમાં જ તાવ આવવો, શરદી, ગળું બળવું અને થાક લાગવા સહિતના લક્ષણો જોવા મળે છે. ત્યાર બાદ એકવાયરેડ ઇમ્યુનોડેફિસિયન્સી સિંડ્રોમ (AIDS)નો તબક્કો આવે છે. જ્યાં વાયરસની પ્રગતિ થાય છે. આ વાયરસની સારવારમાં એન્ટિ-રેટ્રોવાયરલ ઉપચાર (ART) પદ્ધતિ જાણીતી છે. જોકે, હજી સુધી તેનો કાયમી ઇલાજ શોધી શકાયો નથી.

Leave a Comment

Share this post