વિશ્વ આવાસ પુરસ્કાર – 2023

તાજેતરમાં ભારતના ઓડિશા રાજ્યને તેના ‘જાગા મિશન’(Jaga Mission) માટે સંયુક્ત રાષ્ટ્ર માનવ વસાહત કાર્યક્રમ અંતર્ગત ‘વિશ્વ આવાસ પુરસ્કાર – 2023’(World Habitat Awards – 2023) માં બ્રોન્ઝ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

  • જાગા મિશન અર્થાત્ ઓડિશા લાઇવેબલ હેબિટેટ મિશન એ ભારતની સૌથી મોટી લેન્ડ ટાઇટલિંગ અને સ્લમ અપગ્રેડિંગ પહેલ છે તેમજ વિશ્વની સૌથી મોટી સ્લમ અપગ્રેડેશન પહેલ પણ છે.
  • વર્ષ 2023 નો બ્રોન્ઝ એવોર્ડ એ જાગા મિશનને એનાયત કરવામાં આવેલ દ્વિતિય બ્રોન્ઝ એવોર્ડ છે.
  • આ અગાઉ ઝૂંપડપટ્ટીના રહેવાસીઓને સુરક્ષિત જમીનની મુદ્દત આપવામાં તેની સિદ્ધિ બદલ ‘વિશ્વ આવાસ પુરસ્કાર – 2019’ માં પણ બ્રોન્ઝ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.

વિશ્વ આવાસ પુરસ્કાર સંબંધિત મહત્ત્વની બાબતો

  • યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ યર ઓફ શેલ્ટર ફોર ધ હોમલેસના ભાગરૂપે વર્ષ 1985માં વિશ્વ આવાસ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી.
  • આ પુરસ્કાર યુ.એન. હેબિટેટના સહયોગથી યુ.કે. સ્થિત સંસ્થા ‘વર્લ્ડ હેબિટેટ’ દ્વારા દર વર્ષે એનાયત કરવામાં આવે છે.
  • યોગ્ય અને પોસાય તેવા આવાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને વર્તમાન આવાસની જરૂરિયાત માટે વ્યવહારૂ અને નવીન ઉકેલો પ્રદાન કરે તેવી પહેલોને આ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે.
  • આ પુરસ્કાર અંતર્ગત દર વર્ષે બે પ્રોજેક્ટને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવે છે તેમજ વિજેતા પ્રોજેક્ટને ટ્રોફિ અને 10,000 પાઉન્ડની ઇનામી રકમ પણ એનાયત કરવામાં આવે છે.

વિશ્વ આવાસ પુરસ્કાર – 2023 પુરસ્કારોની યાદી

ક્રમ પ્રોજેક્ટ પુરસ્કાર ક્ષેત્ર/પ્રદેશ
1 હોમ્સ ફોર ગુડ ગોલ્ડ સ્કોટલેન્ડ
2 અર્બાસેન અને સેનેગાલીઝ ફેડરેશન ઓફ ઇનહેબિટન્ટ્સ ગોલ્ડ સેનેગલ
3 સોસ્ત્રે સિવિક સિલ્વર સ્પેન
4 માઇક્રોબિલ્ડ ફંડ સિલ્વર વૈશ્વિક
5 માસ કૂપ બ્રોન્ઝ ફ્રાન્સ
6 જાગા મિશન બ્રોન્ઝ ઓડિશા(ભારત)

જાગા મિશન – ઓડિશા લાઇવેબલ હેબિટેટ મિશન

ઓડિશા રાજ્ય દ્વારા વર્ષ 2018માં જાગા મિશનની શરૂઆત કરવામાં આવી હતી. આ મિશનનો ઉદ્દેશ ઝૂંપડપટ્ટીના રહેવાસીઓના જીવનમાં સુધારો કરવાનો છે.

જાગા મિશન નીચે મુજબના ત્રણ મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને, ગરીબી સામે લડવા માટે એક વ્યાપક વ્યૂહરચનાનો ઉપયોગ કરે છે:

  • (a) જમીન ભાડૂતોને જમીનના અધિકારો આપી સાર્વજનિક હાઉસિંગ સબસિડીનો માર્ગ શરૂ કરવો.
  • (b) જીવનશૈલી અને આજીવિકાની તકો વધારવા માટે આંતરમાળખાકીય સુધારો
  • (c) હાંસિયામાં ધકેલાઇ ગયેલા જૂથોને સુધારેલી સુવિધાઓનું નિર્માણ, સંચાલન અને જાળવણી કરવા સક્ષમ બનાવવા માટે સમુદાયને એકત્રીત કરવો.

આ સાથે જ ઓડિશા સરકાર દ્વારા ભારતમાં પ્રથમ ઝુંપડપટ્ટી મુક્ત રાજ્ય બનાવવાનું મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે અને તે રાજ્યની તમામ 2,919 ઝૂંપડપટ્ટીઓને અપગ્રેડ કરવા માટે ઓડિશા રાજ્ય સરકાર દ્વારા જાગા મિશનનું નેતૃત્વ કરવામાં આવી રહ્યું છે.

Leave a Comment

Share this post