વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ 2023

વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ 2023

  • વિશ્વના સૌથી ખુશ દેશોની યાદીમાં ફિનલેન્ડ સતત છઠ્ઠા વર્ષે પ્રથમ ક્રમે આવ્યું છે.વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ 2023માં ભારત 126મા ક્રમે રહ્યું છે. માથાદીઠ જીડીપી, સામાજિક સલામતી, તંદુરસ્ત જીવનશૈલી, આયુષ્ય, સ્વતંત્રતા, ઉદારતા અને ઓછાં ભ્રષ્ટાચાર જેવાં પરિબળોને ધ્યાનમાં લઈને ફિનલેન્ડને પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે. આ યાદીમાં ડેન્માર્ક નંબર 2 અને આઇસલેન્ડ નંબર 3 પર છે.
  • 20 માર્ચે ‘ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડે’ નાં રોજ આ અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો. વર્લ્ડ હેપિનેસ રિપોર્ટ યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન્સ નેટવર્ક દ્વારા પ્રસિધ્ધ થાય છે અને તે 150થી વધુ દેશોનાં લોકોનાં સર્વેને આધારે તૈયાર કરવામાં આવે છે.
  • ભારત કરતા નેપાળ, ચીન, બાંગલાદેશ અને શ્રીલંકા જેવા પડોશી દેશો ખુશીની બાબતમાં આગળ છે.અફઘાનિસ્તાન 137મા ક્રમે છે.

Leave a Comment

Share this post