10 જાન્યુઆરી: વિશ્વ હિન્દી દિવસ

10 જાન્યુઆરી: વિશ્વ હિન્દી દિવસ

  • હિન્દી ભાષાને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 10 જાન્યુઆરીએ ‘વિશ્વ હિન્દી દિવસ’ ની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે.
  • આ વર્ષે, વિદેશ મંત્રાલય દ્વારા 15 થી 17 ફેબ્રુઆરી દરમિયાન ફિજીમાં 12મી વિશ્વ હિન્દી પરિષદનું આયોજન કરવામાં આવશે. વર્ષ 2023ના કાર્યક્રમ માટેનું સ્થાન ગયા વર્ષે મોરેશિયસમાં આયોજિત 11મી વિશ્વ હિન્દી પરિષદ દરમિયાન નક્કી કરવામાં આવ્યું હતું.
  • 12મી વિશ્વ હિન્દી કોન્ફરન્સની  થીમ – ‘Hindi: Traditional Knowledge to Artificial Intelligence’ છે.
  • પ્રથમ વિશ્વ હિન્દી કોન્ફરન્સનું આયોજન 10 જાન્યુઆરી, 1975 ના રોજ મહારાષ્ટ્રના નાગપુર ખાતે કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્દઘાટન ભારતના તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા કરવામાં આવ્યું હતું.
  • જો કે, પ્રથમ વિશ્વ હિન્દી દિવસની ઉજવણીની શરૂઆત 10 જાન્યુઆરી, 2006 ના રોજ ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહ દ્વારા કરવામાં આવી હતી.
  • આ ભાષાનું નામ પર્શિયન શબ્દ ‘હિંદ’ પરથી પડ્યું છે જેનો અર્થ થાય છે ‘સિંધુની ભૂમિ’.
  • હિન્દી ભારતની બહાર કેટલાક દેશોમાં પણ બોલાય છે, જેમ કે મોરેશિયસ, ફિજી,સુરીનામ, ગયાના, ત્રિનિદાદ અને ટોબેગો અને નેપાળ.
  • નોંધ: ‘રાષ્ટ્રીય હિન્દી દિવસ’ ની ઉજવણી 14 સપ્ટેમ્બરે કરવામાં આવે છે.

Leave a Comment

Share this post