વિશ્વ હોમિયોપેથી દિવસ : 10 એપ્રિલ

વિશ્વ હોમિયોપેથી દિવસ : 10 એપ્રિલ

  • ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે નવી દિલ્હીમાં વિશ્વ હોમિયોપથી દિવસ 2023 નિમિત્તે વૈજ્ઞાનિક પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું. હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિના સ્થાપક ડો. સેમ્યુઅલ હેનેમેન છે. 10 એપ્રિલના રોજ ડો. સેમ્યુઅલ હેનેમેનનો જન્મદિવસ છે અને તેમના જન્મદિવસને વિશ્વ હોમિયોપથી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
  • 2023ની થીમ : One Health, One Family
  • 17મી સદીમાં દર્દીઓને અત્યંત પીડાદાયક અને અમાનવીય સારવાર અપાતી હતી, તે સમયમાં ઉગ્ર, જલદ ઔષધિઓના લીધે થતી આડ અસર અટકાવવા જર્મનીના ડો. સેમ્યુઅલ હેનેમેને 1796માં હોમિયોપેથિક ચિકિત્સાની શોધ કરી હતી. તેઓ તે સમયના એમ.ડી. ચિકિત્સક હતા અને 14 ભાષાનું જ્ઞાન ધરાવતા હતા.
  • વર્ષ 2023 માં ડો. સેમ્યુઅલ હેનેમેનનો 268મો જન્મદિવસ છે.
  • આજે હોમિયોપેથી એ વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી વૈકલ્પિક દવા છે જે સમગ્ર વિશ્વમાં પ્રચલિત છે. હોમિયોપેથીના સમર્થકો માને છે કે તે એલર્જી અને આર્થરાઈટિસથી લઈને ડિપ્રેશન અને અસ્વસ્થતા સુધીની સ્થિતિની વ્યાપક શ્રેણીની સારવાર કરી શકે છે.

Leave a Comment

Share this post