વિશ્વ સિંહ દિવસ 10 ઓગસ્ટ

વિશ્વ સિંહ દિવસ 10 ઓગસ્ટ

 • 10 ઓગસ્ટ, 2013થી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એશિયાઇ સિંહ એ બિલાડી કુળનું સૌથી ઊંચું અને આફ્રિકન સિંહ પછી સૌથી મોટું પ્રાણી છે. વિશ્વમાં માત્ર ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા માલ્ટા સિંહનું વૈજ્ઞાનિક નામ પેન્થેરા લીઓ છે. અન્ય નામ સાવજ, હાવજ, ઊંટીયો વાઘ, બબ્બર શેર, વનરાજ, ડાલામથ્થો, કેસરી, પંચાનન, મૃગેન્દ્ર વગેરે.
 • વિશ્વમાં સિંહની મૂળભૂત 7 પ્રજાતિઓ હતી, જેમાંથી હાલ માત્ર 2 જ પ્રજાતિઓ જોવા મળે છે. સિંહને બે પેટાજાતિઓ : આફ્રિકન સિંહ (પેન્થેરા લીઓ લીઓ) અને એશિયાટિક સિંહ (પેન્થેરા લીઓ પર્સિકા)માં વર્ગીકૃત કરવામાં આવે છે.એશિયાઇ સિંહએ ભારતમાં જોવા મળતી ૫ “મોટી બિલાડી” ઓ માંથી એક છે. અન્ય ચાર પ્રજાતિમાં બેંગોલ ટાઇગર, ભારતીય દિપડો, બરફનો દિપડો (snow leopard), અને ધબ્બેદાર દિપડો (clouded leopard) છે. એશિયાટિક સિંહો આફ્રિકન સિંહો કરતા થોડા નાના હોય છે.
 • બિલાડી કુળનું સિંહ એકમાત્ર પ્રાણી છે કે જેને પૂંછડી પર વાળનો ગુચ્છો જોવા મળે છે. નર સિંહના ગળાની આસપાસ લાંબા વાળ જોવા મળે છે. જેને ‘કેશવાળી’ કહેવામાં આવે છે.
 • ગીરમાં સિંહની વેલર તથા ગઢીયો નામની 2 જાત જોવા મળે છે.
 • સિંહનું સરેરાશ આયુષ્ય : 18 વર્ષ
 • સિંહણનો ગર્ભાવધિકાળ : 105 થી 110 દિવસ
 • સિંહના બચ્ચાંને કબ (cub) કે સાવક કહેવામાં આવે છે.
 • સિંહને 18 નહોર (નખ) હોય છે,
 • સિંહનાં સમૂહને “પ્રાઈડ” તરીકે ઓળખવામાં આવે છે.
 • સિંહની સૌપ્રથમ વસ્તી ગણતરી એપ્રિલ 1936મા જૂનાગઢ રાજ્યના નવાબ મહોબ્બતખાન-3 દ્વારા કરવામાં આવી હતી. ત્યારે સિંહોની સંખ્યા 287 હતી. ઈ.સ. 1965 થી ભારતના વન વિભાગ દ્વારા દર 5 વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. ગુજરાતમાં વર્ષ – 2015 માં સિંહની વસ્તી 523 હતી, જે વર્ષ 2020 માં વધીને 674 થઈ છે. ( 29% જેટલો વધારો નોંધાયો છે. ) આ વસ્તી ગણતરી પોઈન્ટ મેથડ તથા પૂનમ અવલોકનના આધારે કરવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા સિંહોના સંરક્ષણ માટે વર્ષ 1972મા ‘પ્રોજેક્ટ લાયન’ શરૂ કરવામાં આવ્યો હતો.
 • સિંહ IUCN રેડ લિસ્ટમાં ભયગ્રસ્ત શ્રેણી તથા CITES પરિશિષ્ટ-1 ઉપરાંત વન્યજીવ સંરક્ષણ ધારો, 1972મા અનુસૂચિ-1મા સામેલ છે. સમગ્ર વિશ્વમાં 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવાય છે.
 • નર સિંહ તથા માદા વાઘ (વાઘણ)ની સંકરણ જાત લાઈગર તરીકે ઓળખાય છે. આંતરરાષ્ટ્રિય મંચ ઉપર “મેક ઈન ઇન્ડિયા”ના લોગોમાં પણ હવે એશિયાઇ સિંહને સ્થાન મળ્યું છે.
 • ગુજરાતમાં સિંહની સૌથી વધુ વસ્તી જૂનાગઢ જિલ્લામાં છે. ગુજરાતનું રાજ્ય પ્રાણી સિંહ છે. ગુજરાતમાં આવેલું જંગલ અને વન્યજીવન અભયારણ્ય ગીર (જે “ગીરનું જંગલ” કે “સાસણ-ગીર” તરીકે પણ ઓળખાય છે તે)ની સ્થાપના 1965મા કરવામાં આવી હતી, તે કુલ 1,412 ચો.કી.મી. (258 ચો.કી.મી. રાષ્ટ્રીય ઉદ્યાન અને 1,153 ચો.કી.મી. અભયારણ્ય)ના વિસ્તારમાં ફેલાયેલ છે.
 • સિંહોનું બીજું ઘર : બરડા વન્યજીવન અભયારણ્ય
 • ‘પ્રોજેક્ટ લાયનઃ લાયન@47 વિઝન ફોર અમૃતકાળ’ દસ્તાવેજ અનુસાર વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતના બરડા વન્યજીવ અભયારણ્યની એવા સંભવિત સ્થાન તરીકે ઓળખ કરીને ચકાસણી કરવામાં આવી છે, જ્યાં 40 વયસ્ક અને સબ-વયસ્ક સિંહો કુદરતી ક્રમમાં છૂટા પડીને બરડા-આલેચ ટેકરીઓ અને દરિયાકાંઠાનાં જંગલોમાં રહી શકે. બરડામાં સિંહ છેલ્લે 1879માં દેખાયો હોવાનું નોંધવામાં આવ્યું હતું.

Leave a Comment

Share this post