વિશ્વ દૂધ દિવસ : 1 જૂન

વિશ્વ દૂધ દિવસ : 1 જૂન

  • સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા વર્ષ 2001 થી દરવર્ષે દૂધનું મુખ્ય આહાર તરીકેનું મહત્વ જળવાઈ રહે, એ માટે આ ઉજવણી 2001 માં શરૂ થઈ હતી અને યુનાઇટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશન (FAO) દ્વારા 1 જૂન વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે સમય દરમિયાન ઘણા દેશો પહેલેથી જ આ દિવસે દૂધ દિવસની ઉજવણી કરતા હોવાથી 1 જુનને આ દિવસ મનાવવાનું પસંદ કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય દૂધ દિવસ : 26 નવેમ્બર

  • દર વર્ષે ભારતમાં 26 નવેમ્બરે નેશનલ દૂધ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ ડૉ. વર્ગીસ કુરિયનને સન્માનિત કરવા માટે સમર્પિત છે જેમને ભારતની શ્વેત ક્રાંતિના જનક માનવામાં આવે છે. 26 નવેમ્બરે તેમની જન્મજ્યંતિ પણ છે. આ દિવસ દેશની ડેરી અને તેના ઉત્પાદનોમાં તેમના યોગદાનને પણ ઉજાગર કરે છે.વર્ષ 2014માં ઇન્ડિયન ડેરી એસોસિયેશન (IDA)એ પ્રથમવાર આ દિવસ મનાવવા માટેની પહેલ કરી હતી.  પ્રથમ નેશનલ મિલ્ક ડે 26 નવેમ્બર 2014માં મનાવવામાં આવ્યો હતો, જેમાં 22 રાજ્યોના ડેરી ઉત્પાદકોએ ભાગ લીધો હતો. કેરળના ડૉ. વર્ગીસ કુરિયનને ‘મિલ્કમેન ઑફ ઈન્ડિયા’ અને વર્ષ 1970ના દશકની શ્વેત ક્રાંતિના જનકના સ્વરૂપે ઓળખવામાં આવે છે.

દૂધ ઉત્પાદનમાં ભારત વિશ્વનો નંબર વન દેશ

  • ‘ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન કોર્પોરેટ સ્ટેટિસ્ટિકલ ડેટાબેઝ (FAOSTAT)ના Milk Production ઉત્પાદન ડેટા અનુસાર, ભારત વર્ષ 2021-22માં વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં 24 ટકા યોગદાન આપતો વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે. ભારતના દૂધ ઉત્પાદનમાં છેલ્લાં આઠ વર્ષ 2014-15 અને 2021-22 દરમિયાન 51 ટકાનો વધારો નોંધાયો છે અને 2021-22માં તે વધીને 22 કરોડ ટન થયો છે

Leave a Comment

TOPICS : ,

Share this post