વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્સ 2023

વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્સ 2023

  • વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે નિમિત્તે આંતરરાષ્ટ્રીય સંગઠન રિપોર્ટર્સ વિધાઉટ બૉર્ડર્સે વર્ષ 2023 માટે પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ જાહેર કર્યો છે. જેમાં કુલ 180 દેશો પૈકી ભારત 150મા ક્રમેથી ગબડીને 161મા ક્રમે પહોંચી ગયું છે. આ વર્ષની થીમ 2023 : Shaping a Future of Rights: freedom of expression as a driver for all other human rights” છે. 3જી મે 2023ના રોજ, રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ (RSF – Reporters sans frontières) દ્વારા વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્સ (WPFI)ની 21મી આવૃત્તિ બહાર પાડવામાં આવી હતી.
  • ભારતને મીડિયા સ્વાતંત્ર્ય માટે અતિ ગંભીર અને જોખમી દેશોની કૅટગરીમાં મૂકવામાં આવ્યો છે. આ ઇન્ડેક્સમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પ્રેસ સ્વાતંત્ર્ય મામલે ભારત કરતાં આગળ છે. પ્રેસ સ્વતંત્રતાના સંદર્ભમાં, નોર્વેએ સતત સાતમા વર્ષે 1st સ્થાન પ્રાપ્ત કર્યું છે , ત્યારબાદ આયર્લેન્ડ (2nd ) અને ડેનમાર્ક (3rd ) આવે છે. છેલ્લા 3 સ્થાનો પર ફક્ત એશિયન દેશો આવ્યા છે : વિયેતનામ (178th ), ચીન (179th ), અને ઉત્તર કોરિયા (180th ). પ્રેસ સ્વતંત્રતાની બાબતમાં પાકિસ્તાન સાત સ્થાન ઉપર આવીને 150મા ક્રમે આવી ગયું છે, જ્યારે ચીનનો ક્રમ 179મો છે.
  • ઇન્ડેક્સ વાર્ષિક ધોરણે પેરિસ (ફ્રાન્સ) સ્થિત રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ (RSF) દ્વારા સંકલિત કરવામાં આવે છે, જે એક બિન-લાભકારી સંસ્થા છે, જે વિશ્વભરમાં પ્રેસ સ્વતંત્રતાની હિમાયત કરે છે અને 2002 થી પ્રકાશિત થાય છે. RSF મુજબ, WPFI 5 સૂચકાંકોનો ઉપયોગ કરે છે : રાજકીય સંદર્ભ, કાનૂની માળખું, આર્થિક સંદર્ભ, સામાજિક સાંસ્કૃતિક સંદર્ભ અને સલામતી.

રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ

  • આ એક આંતરરાષ્ટ્રીય બિન સરકારી સંગઠન છે. જે પ્રેસની સ્વતંત્રતા પર 2002થી નજર રાખે છે. આ સંગઠન જાહેર હિતમાં યુનાઈટેડ નેશન્સ, યુનેસ્કો અને યુરોપિયન યુનિયન જેવા આંતરરાષ્ટ્રીય સંગઠન અને માનવાધિકારો પર સલાહકારની ભૂમિકા ભજવે છે.

Leave a Comment

Share this post