વિશ્વ રેડિયો દિવસ

  • 13 ફેબ્રુઆરીએ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ રેડિયો દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે.
  • વિશ્વ રેડિયો દિવસ અભિવ્યક્તિની સ્વતંત્રતા, જાહેર ચર્ચા અને શિક્ષણના પ્રસારમાં રેડિયોના મહત્વને સમજાવવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે.
  • વિશ્વ રેડિયો દિવસ 2023ની 12મી આવૃત્તિ માટેની થીમ : Radio and Peace
  • વર્ષ 2011માં યુનેસ્કોના સભ્ય દેશો દ્વારા આ દિવસ જાહેર કરવામાં આવ્યો હતો, 2012માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા તેને અપનાવવામાં આવ્યો હતો.
  • આ પછી યુનેસ્કોએ આ દિવસને 13 ફેબ્રુઆરી 2012ના રોજ વિશ્વ રેડિયો દિવસ તરીકે પ્રથમ વખત ઉજવ્યો.

જાહેર સેવા પ્રસારણ દિવસ : 12 નવેમ્બર

  • આ દિવસ 1947માં ઓલ ઈન્ડિયા રેડિયો, દિલ્હીના સ્ટુડિયોમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રથમ અને છેલ્લી મુલાકાતની યાદમાં ઉજવવામાં આવે છે.mis
  • તેમણે વિસ્થાપિત લોકોને સંબોધિત કર્યા હતા, જેઓ ભાગલા પછી હરિયાણાના કુરુક્ષેત્રમાં અસ્થાયી રૂપે સ્થાયી થયા હતા.
  • આ દિવસને સત્તાવાર રીતે 2001માં જાહેર સેવા પ્રસારણ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.

Leave a Comment

Share this post