વિશ્વ ટીબી દિવસ (વિશ્વ ક્ષય રોગ દિવસ): 24 માર્ચ

વિશ્વ ટીબી દિવસ (વિશ્વ ક્ષય રોગ): 24 માર્ચ

 • સમગ્ર વિશ્વમાં વિશ્વ ક્ષય દિન દર વર્ષે ૨૪ માર્ચના દિવસે WHO દ્ધારા મનાવવામાં આવે છે.
 • 2023ની થીમ : Yes! We can end TB!
 • વર્ષ-2025 સુધીમાં  દેશમાંથી અને વિશ્વ આરોગ્ય સંસ્થા – આરોગ્ય તંત્રોએ 2030 સુધીમાં ધરતીના પટ પરથી આ રોગને નાબૂદ કરવાનો સંકલ્પ કર્યો છે.
 • વર્ષ-1882માં ડો.રોબર્ટ કોકે ક્ષયરોગ એટલે કે ટયુબરક્લોસિસ(ટીબી)ના જીવાણુઓ – બેક્ટેરિયાની તા.24મી માર્ચના રોજ ઓળખ કરી તેની સ્મૃતિમાં અને આ રોગની અસરો તેમજ સારવાર માટે લોકોને માહિતગાર કરવા તા. 24મી માર્ચ,1982થી દર વર્ષે આ દિવસે વિશ્વ ટીબી દિવસ – વિશ્વ ક્ષય રોગ નિવારણ જાગૃતિ દિવસ ઉજવવામાં આવે છે.
 • આ બેક્ટેરિયા હવાના માધ્યમથી, ફેફસાના ટીબીના દર્દીની જાહેરમાં છીંકવાની, ઉઘરસ ખાવાની, ગળફો થુંકવાની પ્રક્રિયાથી બીજા તંદુરસ્ત મનુષ્યના શરીરમાં પ્રવેશી શરીરને ચેપગ્રસ્ત બનાવે છે. રોગપ્રતિકારક શક્તિના અભાવે લોકો ટીબીગ્રસ્ત બને છે

રસીઓ (Vaccines)

 • BCG, or bacille Calmette-Guerin(બસિલસ કાલ્મેટ ગ્યુરીન)
 • 1993માં 172 દેશોના 85 ટકા શિશુઓને બીસીજીની રસી અપાઈ હતી. આ ક્ષય રોગ માટેની સૌ પ્રથમ રસી હતી.
 • ક્ષય રોગની સારવારમાં વ્યાપકપણે વપરાતા બે એન્ટિબાયોટિક્સમાં રિફામપિસિન અને આઈસોનિયાઝિકનો સમાવેશ થાય છે.
 • 2025 સુધીમાં ટીબી નાબૂદ: ભારત 2025 સુધીમાં દેશમાંથી ક્ષય રોગને નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છે, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા વૈશ્વિક લક્ષ્ય એટલે કે 2030
 • TB ગ્રસ્ત દર્દીઓને પોષણ સહાય માટે નિ:ક્ષય પોષણ યોજના અંતર્ગત દર મહિને રૂપિયા 500ની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે

WHO દ્ધારા ઉજવાતા 8 દિવસો

 • વિશ્વ ક્ષય રોગ: 24 માર્ચ
 • વિશ્વ સ્વાસ્થ્ય દિવસ: 7 એપ્રિલ
 • વિશ્વ રસીકરણ સપ્તાહ: એપ્રિલ મહિનાના અંતિમ સપ્તાહ
 • વિશ્વ મલેરિયા દિવસ: 25 એપ્રિલ
 • વિશ્વ તમાકુ નિષેધ દિવસ:  31 મે
 • વિશ્વ રક્તદાતા દિવસ :14મી જૂન
 • વિશ્વ હિપેટાઇટિસ દિવસ: 28 જુલાઇ
 • વિશ્વ એઇડ્સ દિવસ :  1 ડિસેમ્બર

Leave a Comment

TOPICS : ,

Share this post