વિશ્વ વેટલેન્ડ દિવસ : 2 ફેબ્રુઆરી

વિશ્વ વેટલેન્ડ દિવસ : 2 ફેબ્રુઆરી

  • 2જી ફેબ્રુઆરીના રોજ વિશ્વ વેટલેન્ડ દિવસ ઉજવવામાં આવે છે.
  • 2023ની થીમ : Wetland Restoration
  • 2 ફેબ્રુઆરી,1971 ના રોજ, કેસ્પિયન સમુદ્રના કાંઠે આવેલા ઈરાનના શહેર રામસારમાં જળ પ્લાવિત વિસ્તારોના સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું.
  • 1997ના રોજ રામસાર સંમેલનની 16 મી વર્ષગાંઠ પર વિશ્વ જળ પ્લાવિત દિવસ ઉજવવામાં આવ્યો હતો. અને 1997 થી દર વર્ષે, વિશ્વ જળ પ્લાવિત દિવસ ઉજવવામાં આવે છે.
  • 2 ફેબ્રુઆરી,2022 એ પ્રથમ વર્ષ હતું  જ્યારે વિશ્વ વેટલેન્ડ્સ દિવસને સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો ,
  •  30 ઓગસ્ટ,2021 ના ​​રોજ 75 સભ્ય દેશો દ્વારા સહ-પ્રાયોજિત ઠરાવમાં જનરલ એસેમ્બલી દ્વારા તેને અપનાવવામાં આવ્યું હતું .

જળ – પ્લાવિત વિસ્તાર

  • પાણીથી ઢંકાયેલા વિસ્તારને વેટલેન્ડ અથવા તો જળ – પ્લાવિત વિસ્તાર કહેવામાં આવે છે.
  • કાદવ કીચડવાળું ખાબોચિયું, તળાવ, સરોવર, નદીઓના મુખ-પ્રદેશમાં રચાતો ત્રિકોણાકાર વિસ્તાર જેને ‘ડેલ્ટા’ તરીકે ઓળખવામાં આવે છે.
  • નીચાણવાળા વિસ્તાર જ્યાં અવારનવાર પાણી ભરાઈ રહેતું હોય તેવા તમામ વિસ્તારો જળ-પ્લાવિત વિસ્તાર કહેવામાં આવે છે.

 

 

Leave a Comment

TOPICS : ,

Share this post