વિશ્વનું પ્રથમ પામ-લીફ હસ્તપ્રત મ્યુઝિયમ કેરળમાં ઉદ્ઘાટન

વિશ્વનું પ્રથમ પામ-લીફ હસ્તપ્રત મ્યુઝિયમ કેરળમાં ખુલ્યું

 • કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને આધુનિક ઓડિયો-વિઝ્યુઅલ ટેકનોલોજી સાથેનું પામ લીફ હસ્તપ્રત(તાડના સૂકા પાંદડામાંથીબનેલી હસ્તપ્રતો) મ્યુઝિયમનું કેરળના તિરુવનંતપુરમ ખાતે ઉદ્ઘાટન કર્યું હતું.
 • મ્યુઝિયમ, “વિશ્વના પ્રથમ પામ-લીફ હસ્તપ્રત મ્યુઝિયમ” તરીકે પ્રમોટ કરવામાં આવ્યું હતું, જેની સ્થાપના આર્કાઇવ્સ વિભાગ દ્વારા કેરળ મ્યુઝિયમ ઓફ હિસ્ટ્રી એન્ડ હેરિટેજ સાથે મળીને રૂ. 3 કરોડના ખર્ચે કરવામાં આવી હતી.
 • આ સંગ્રહાલયમાં ત્રાવણકોર સામ્રાજ્યના વહીવટી, સામાજિક-સાંસ્કૃતિક અને આર્થિક પાસાઓના લેખોનું સંગ્રહ છે.
 • મ્યુઝિયમ બનતા પહેલા તે 1887 થી સેન્ટ્રલ વર્નાક્યુલર રેકોર્ડ્સ ઓફિસ હતી.
 • વટ્ટેઝુથુ, કોલેઝુથુ, મલયાનમા અને પ્રાચીન તમિલ અને મલયાલમ જેવી પ્રાચીન લિપિની હસ્તપ્રતો મ્યુઝિયમમાં રાખવામાં આવી છે.

મ્યુઝિયમમાં નીચે મુજબની 8 થીમ આધારિત ગેલેરીઓ છે;

 1. લેખનનો ઇતિહાસ,
 2. જમીન અને લોકો
 3. વહીવટ
 4. યુદ્ધ અને શાંતિ
 5. શિક્ષણ અને આરોગ્ય
 6. અર્થતંત્ર
 7. કલા અને સંસ્કૃતિ
 8. મથિલકમ રેકોર્ડ્સ

Leave a Comment

Share this post