યયા ત્સો તળાવ લદ્દાખનું પ્રથમ જૈવવિવિધતા ધરોહર સ્થળ બનશે

લદ્દાખમાં આવેલ યયા-ત્સો તળાવને જૈવવિવિધતા ધરોહર સ્થળ (Biodiversity Heritage Site-BHS) તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

મુખ્ય મુદ્દા

 • SECURE હિમાલય પ્રોજેક્ટના સહયોગથી ચુમાથાંગ ગ્રામ પંચાયત, જૈવવિવિધતા વ્યવસ્થાપન સમિતિ દ્વારા જૈવવિવિધતા અધિનિયમ હેઠળ યયા-ત્સો તળાવને લદ્દાખની પ્રથમ જૈવવિવિધતા હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે.
 • યયા-ત્સો લદ્દાખમાં 4,820 મીટરની ઉંચાઈ પર આવેલું તળાવ છે અને તે પક્ષીઓના સ્વર્ગ તરીકે ઓળખાય છે. તે ભારતમાં બ્લેક નેક સ્ટોર્કના સૌથી વધુ સંવર્ધન સ્થાનો પૈકીનું એક છે.

જૈવવિવિધતા હેરિટેજ સાઇટ

 • જૈવવિવિધતા હેરિટેજ સાઇટ્સ એ એવા વિસ્તારો છે કે જ્યાં પ્રાણી-પક્ષી-છોડની સ્થાનિક, દુર્લભ અને જોખમમાં હોય એવી પ્રજાતિઓ જોવા મળતી હોય.
 • જૈવવિવિધતા અધિનિયમની કલમ 37 મુજબ, રાજ્ય સરકારોને સ્થાનિક સંસ્થાઓ સાથે પરામર્શ કરીને, જૈવવિવિધતા હેરિટેજ સાઇટ્સ તરીકે જૈવવિવિધતાના મહત્વના વિસ્તારોને સત્તાવાર ગેઝેટમાં સૂચિત કરવાની સત્તા આપવામાં આવી છે.

SECURE હિમાલય પ્રોજેક્ટ

 • તે ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયની યોજના છે જેને યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામના સહયોગથી વર્ષ 2017 માં શરૂ કરવામાં આવી હતી.
 • આ 6 વર્ષનો પ્રોજેક્ટ છે અને વર્ષ 2023 સુધી કાર્યરત રહેશે.
 • આ પ્રોજેક્ટ હેઠળ જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને સિક્કિમ એમ ચાર હિમાલયન રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
 • આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય હિમ દિપડા (Snow Leopard)નું સંરક્ષણ કરવાનો છે.
તાજેતરમાં ઉમેરાયેલ અન્ય બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ

 • દેબારી અથવા ચાબીમુરા (ત્રિપુરા)
 • બેટલીંગ શિબ (ત્રિપુરા)
 • હેજોંગ કાચબા તળાવ (આસામ)
 • બોર્જુલી વાઇલ્ડ રાઇસ સાઇટ (આસામ)
 • અમરકંટક (મધ્ય પ્રદેશ)

Leave a Comment

Share this post