શૈક્ષણિક સંસ્થાનોની ‘NIRF રેન્કિંગ 2023’ જાહેર, IIT મદ્રાસ ઓવરઓલ નંબર 1

શૈક્ષણિક સંસ્થાનોની ‘NIRF રેન્કિંગ 2023’ જાહેર, IIT મદ્રાસ ઓવરઓલ નંબર 1

  • ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી મદ્રાસે એકંદર કેટેગરીમાં સતત પાંચમા વર્ષે (2019 થી 2023 સુધી) પ્રથમ ક્રમે અને એન્જિનિયરિંગમાં સતત આઠમા વર્ષે (2016 થી 2023 સુધી) તેનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ, બેંગલુરુ સતત આઠમા વર્ષ માટે(2016 થી 2023 સુધી) યુનિવર્સિટીની કેટેગરીમાં ટોચ પર છે. તે સતત ત્રીજા વર્ષે(2021 થી 2023 સુધી) સંશોધન સંસ્થાઓ કેટેગરીમાં પ્રથમ સ્થાને છે.
  • IIM અમદાવાદ સતત ચોથા વર્ષે (2020 થી 2023 સુધી) તેનું પ્રથમ સ્થાન જાળવી રાખીને મેનેજમેન્ટ વિષયમાં ટોચનું સ્થાન ધરાવે છે. તે 2016 થી 2019 દરમિયાન ભારત રેન્કિંગના મેનેજમેન્ટ વિષયમાં ટોચના બેમાં સ્થાન પામ્યું હતું. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS), નવી દિલ્હી સતત છઠ્ઠા વર્ષે (2018 થી 2023 સુધી) મેડિકલમાં ટોચના સ્થાને છે. વધુમાં, AIIMS એકંદર કેટેગરીમાં 6ઠ્ઠા સ્થાને છે અને 2022માં તેના 9મા સ્થાનેથી સુધરી છે.
  • નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, હૈદરાબાદ પ્રથમ વખત જામિયા હમદર્દને બીજા સ્થાને ધકેલીને ફાર્મસીમાં ટોચ પર છે. જામિયા હમદર્દ સતત ચાર વર્ષ (2019 થી 2022 સુધી) પ્રથમ સ્થાને હતું.
  • મિરાન્ડા હાઉસ સતત સાતમા વર્ષે (2017 થી 2023 સુધી) કોલેજોમાં 1લું સ્થાન જાળવી રાખે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી કાનપુર ઇનોવેશન કેટેગરીમાં ટોચ પર છે. નેશનલ લો સ્કૂલ ઓફ ઈન્ડિયા યુનિવર્સિટી, બેંગલુરુએ સતત છઠ્ઠા વર્ષે (2018 થી 2023 સુધી) કાયદામાં તેનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. દિલ્હીની કોલેજોએ દિલ્હીની પ્રથમ 10 કોલેજોમાંથી પાંચ કોલેજો સાથે કોલેજોના રેન્કિંગમાં તેમનું પ્રભુત્વ જાળવી રાખ્યું હતું.

ગુજરાત

  • NIRF રેન્કિંગ 2023 અનુસાર, ગુજરાતમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIM અમદાવાદ) પ્રથમ સ્થાને છે. તે પછી બીજા સ્થાને IIM બેંગ્લુરુ જ્યારે ત્રીજા સ્થાને IIM કોઝિકોડ છે.
  • ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન ગાંધીનગર (IITGN)એ એન્જિનિયરિંગ કેટેગરીમાં18માં સ્થાને (વર્ષ 2022માં 23મા ક્રમથી) પહોંચીને ટોચની 20 સંસ્થાઓમાં પ્રવેશ મેળવ્યો છે અને ગયા વર્ષ (વર્ષ 2022માં 37મા ક્રમેથી) 13 સ્થાનની છલાંગ લગાવીને ઓવેરઓલ કેટેગરીમાં 24મું સ્થાન મેળવ્યું છે
  • IITGNએ રીસર્ચ ઈન્સ્ટીટ્યુશન્સ કેટેગરીમાં પણ તેના રેન્કિંગમાં સુધારો કર્યો છે તેમજ 31મા રેન્ક પર પહોંચીને ફરીથી આ કેટેગરી હેઠળ ફીચર કરનારી ગુજરાતની એકમાત્ર સંસ્થા બની છે.

Leave a Comment

Share this post