યુવા સંગમ પોર્ટલ

શિક્ષણ મંત્રાલય દ્વારા તાજેતરમાં એક ભારત-શ્રેષ્ઠ ભારત અંતર્ગત યુવા સંગમ નોંધણી પોર્ટલ શરૂ કરવામાં આવ્યું.

  • યુવા સંગમ એ એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના હેઠળ ઉત્તર પૂર્વ ક્ષેત્રના યુવાનો અને બાકીના ભારતના યુવાનો વચ્ચે ગાઢ સંબંધો બાંધવા માટેની ઉમદા પહેલ છે.

મુખ્ય મુદ્દા

  • 18 થી 30 વર્ષની વયજૂથના યુવાનો આ કાર્યક્રમમાં ભાગ લેશે, જેની ઓળખ યુવા વિનિમય કાર્યક્રમમાં કરવામાં આવી છે.
  • આનાથી યુવાનોને એકબીજાની સંસ્કૃતિ અને પરંપરાને સમજવાની તક મળશે. આવનારી પેઢીઓને પણ આનો લાભ મળશે. આ યોજના યુવાનોમાં મજબૂત બંધન બનાવશે.
  • તે પ્રવાસન, પરંપરા, પ્રગતિ (વિકાસ) અને પારસ્પરિક સંપર્ક (લોકો-થી-લોકોનું જોડાણ)ના ચાર વ્યાપક ક્ષેત્રો હેઠળ વિવિધ પાસાઓનો વ્યાપક અને બહુપરીમાણ્વીય અનુભવ પ્રદાન કરશે.
  • એક ભારત શ્રેષ્ઠ ભારતની જાહેરાત વડા પ્રધાન દ્વારા 2015માં સરદાર વલ્લભભાઇ પટેલની 140મી જન્મજયંતિના અવસરે કરવામાં આવી હતી અને 2016-17ના બજેટમાં નાણા મંત્રી દ્વારા તેની શરૂઆત કરવામાં આવી હતી.
  • પોર્ટલ શરૂ થવાથી નોર્થ ઈસ્ટ અને અન્ય રાજ્યોના યુવાનો વચ્ચેના સંબંધો મજબૂત થશે.
  • એક ભારત-શ્રેષ્ઠ ભારત અંતર્ગત યુવા સંગમ પોર્ટલ સાથે પાઇલટ પ્રોજેક્ટ શરૂ કર્યો. આમાં, 18 થી 30 વર્ષની વય જૂથના કુલ 1000 યુવાનોને સમાવવામાં આવશે.જેમાં ઉત્તર પૂર્વના 300 યુવાઓને દેશના અન્ય ભાગમાં અને અન્ય રાજ્યોના 700 યુવાઓને ઉત્તર-પૂર્વમાં યુવા વિનિમય કાર્યક્રમમાં મોકલવામાં આવશે, જેથી યુવાઓને ભારતના વિવિધ પ્રદેશોની પરંપરા, સંસ્કૃતિ, પ્રવાસન સ્થળો, ખોરાક, ભાષા અને વિવિધતા જાણવાની તક મળશે.

મહત્ત્વ

  • આ કાર્યક્રમ ભારતના યુવાધનને ભારતને જોવા, જાણવા અને સમજવાની અને દેશ માટે કંઈક કરવાની ભાવના વિકસાવવામાં સહાયરૂપ થશે.
  • પૂર્વોત્તર અને બાકીના ભારત વચ્ચે જોડાણ કરીને એકતાની ભાવનાને પુનર્જીવિત કરશે.

Leave a Comment

Share this post