LRD માટે અગત્યની જાહેરાત

લોક રક્ષક ભરતી બોર્ડે (LRD) મહત્વપૂર્ણ સૂચના (28-12-2022) પ્રકાશિત કરી છે.

Post: Constable (LRD)

Advt. No. LRB/202122/2

જાતિ પ્રમાણપત્રો માન્ય થઇ આવેલ છે તેવા ST ઉમેદવારની ૫સંદગી યાદી જાહેર કરવા બાબત.

લોકરક્ષક ભરતીની તા.૨૫.૧૦.૨૦૨૨ના રોજ કુલ-૯૮૧૦ ઉમેદવારોની પસંદગી યાદી જાહેર કરવામાં આવેલ. જેમાં જાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી બાકી હતી તેવા પોતાની કેટેગીરીમાં પસંદગી પામતા હોય તેવા કુલ-૬૪૯ ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવેલ ન હતું. જે પૈકી સબંધિત વિભાગ તરફથી જાતિ પ્રમાણપત્રોની તબક્કાવાર મળેલ માહિતી મુજબ કુલ-૫૦૨ ઉમેદવારોની પસંદગી યાદી જાહેર કરવામાં આવેલ. બાકી રહેતા કુલ-૧૪૭ ઉમેદવારો પૈકી નીચે મુજબ એક ઉમેદવારનું જાતિ પ્રમાણપત્ર માન્ય થઇ આવેલ હોઇ, પસંદગી યાદીમાં સમાવેશ કરી, આગળની કાર્યવાહી સારૂ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી તરફ મોકલી આપવામાં આવેલ છે. જેથી હવે પછીની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી દ્વારા કરવામાં આવશે.

પસંદગી યાદીમાં સમાવેશ થયેલ એક ઉમેદવારની માહિતી જોવા માટે અહીં કલીક કરો…

Share this post