વૈશ્વિક જેન્ડર ઇન્ડેક્સ 2023માં ભારત 127માં ક્રમે 

વૈશ્વિક જેન્ડર ઇન્ડેક્સ 2023માં ભારત 127માં ક્રમે

  • Global Gender Gap Report 2023 અનુસાર ભારતે વૈશ્વિક ‘જેન્ડર ગેપ’ ઇન્ડેક્સમાં 146 દેશોમાંથી 127મું સ્થાન મેળવ્યું છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) 2023ના વાર્ષિક જેન્ડર ગેપ અહેવાલમાં 2022ની તુલનામાં ભારતના સ્થાનમાં 1.4 ટકા અને આઠ સ્થાનનો સુધારો નોંધાયો છે. WEFના 2022ના ‘ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ’માં ભારતને 135મું સ્થાન મળ્યું હતું. 2023 ઇન્ડેક્સમાં આઇસલેન્ડ ટોચ પર છે અને નોર્વે અને ફિનલેન્ડ બીજા અને ત્રીજા ક્રમે છે.
  • અહેવાલની વિગત અનુસાર ભારતમાં શિક્ષણના દરેક સ્તરે છોકરા-છોકરીઓના પ્રવેશ વચ્ચેનો તફાવત ઘટ્યો છે. દેશમાં એકંદર જેન્ડર ગેપનો તફાવત ઘટીને 64.3 ટકા થયો છે. આર્થિક સહભાગિતા અને તકોમાં આ તફાવતમાં મોટો સુધારો નોંધાયો નથી. ભારતમાં પુરષ અને મહિલાઓના પગાર અને આવકની સમાનતાના મુદ્દે સુધારો નોંધાયો છે.
  • રાજકીય સશક્તિકરણની બાબતમાં ભારતે 25.3 ટકા સમાનતા મેળવી છે. દેશમાં સંસદમાં મહિલા સંસદ સભ્યોનો હિસ્સો 15.1 ટકા છે, જે 2006માં ગ્લોબર જેન્ડર રિપોર્ટની શરૂઆત પછી સૌથી વધુ છે.
  • 2017થી ઉપલબ્ધ 117 દેશના ડેટા પ્રમાણે બોલિવિયા (50.4 ટકા), ભારત (44.4 ટકા) અને ફ્રાન્સ (42.3)એ સ્થાનિક વહીવટમાં મહિલાઓના 40 ટકા પ્રતિનિધિત્વની સિદ્ધિ હાંસલ કરી છે. ભારત, તુર્કી અને ચીન જેવા મોટી વસ્તી ધરાવતા દેશોમાં મહિલા મંત્રીઓની સંખ્યા સાત ટકાથી ઓછી છે. જ્યારે અઝરબઇજાન, સાઉદી અરેબિયા અને લેબેનોનમાં કોઇ પણ મહિલા મંત્રી નથી. અહેવાલમાં જણાવ્યા અનુસાર “વૈશ્વિક સ્તરે પુરુષ-સ્ત્રી સમાનતા (જેન્ડર પેરિટી) કોરોના અગાઉના સ્તરે પહોંચી છે. એકંદર જેન્ડર ગેપ ગયા વર્ષની તુલનામાં 0.3 ટકા ઘટ્યો છે.”

વૈશ્વિક જેન્ડર ઇન્ડેક્સ

  • તે પેટા સૂચકાંક સાથે ચાર મુખ્ય પરિમાણોમાં લિંગ સમાનતા તરફની તેમની પ્રગતિ પર દેશોને રેન્ક આપે છે. ચાર પેટા સૂચકાંકોમાંના દરેક તેમજ એકંદર અનુક્રમણિકા પર GGG ઇન્ડેક્સ 0 અને 1 વચ્ચેના સ્કોર પૂરા પાડે છે, જ્યાં 1 સંપૂર્ણ લિંગ સમાનતા દર્શાવે છે અને 0 સંપૂર્ણ અસ્પષ્ટતા છે.
  1. આર્થિક ભાગીદારી અને તકો
  2. શૈક્ષણિક પ્રાપ્તિ
  3. આરોગ્ય અને ઉત્તરજીવિત્તા
  4. રાજકીય સશક્તિકરણ

Leave a Comment

Share this post