અમૂલને દુનિયાભરમાં પ્રસિદ્ધિ અપાવનાર ‘અમૂલ ગર્લ’ના સર્જક સિલ્વેસ્ટર દાકુન્હાનું થયું નિધન

અમૂલને દુનિયાભરમાં પ્રસિદ્ધિ અપાવનાર ‘અમૂલ ગર્લ’ના સર્જક સિલ્વેસ્ટર દાકુન્હાનું થયું નિધન

  • 1966માં અમૂલ ગર્લને જન્મ આપનાર, ‘ફાધર ઓફ અમૂલ ગર્લ’ તરીકે પ્રસિધ્ધ સિલ્વેસ્ટર ડાકુન્હાનું 80 વર્ષની વયે નિધન થયું છે. વર્ષ 1966માં એડ ગુરુ સિલ્વેસ્ટર ડાકુન્હાએ તેમની કલ્પનાથી અમૂલની ‘અટરલી-બટરલી’ છોકરીનું સર્જન કર્યું હતું અને વિશ્વભરમાં તેને પ્રખ્યાત કરી હતી.
  • સિલ્વેસ્ટર ડાકુન્હાએ ઘણી જાહેરાતો ડિઝાઇન કરી, પરંતુ તેમને અમૂલ દ્વારા વાસ્તવિક ઓળખ મળી હતી. તેમણે ASP (જાહેરાત વેચાણ અને પ્રચાર) દ્વારા અમૂલ ગર્લ એઇડનું નિર્માણ કર્યું હતું. તેમના આર્ટ ડિરેક્ટર યુસ્ટેસ ફર્નાન્ડિસ દ્વારા બનાવવામાં આવેલ અમૂલ ગર્લની વિશેષતા હજુ પણ લોકોમાં પ્રચલિત છે.
  • ટેગલાઈન ‘Utterly Butterly Delicious’ ઘણી લોકપ્રિય બની હતી. અમૂલનું આ કાર્ટૂન માત્ર બ્રાન્ડ પૂરતું મર્યાદિત ન હતુ, પરંતુ તેનો ઉપયોગ રાજકીય નિવેદન આપવા અને સમકાલીન ઘટનાઓનો સંદર્ભ આપવા માટે થતો હતો. અમૂલ ગર્લ ઝુંબેશની શરૂઆતના ત્રણ વર્ષ પછી, ગેરસન અને સિલ્વેસ્ટર ભાઈઓએ 1969માં અમૂલ ગર્લ સાથે ડાકુલ્હા કોમ્યુનિકેશન્સ શરૂ કર્યું. જેના દ્વારા તે અમૂલ ગર્લના ક્રિએટિવ કાર્ટૂન તૈયાર કરતો હતો. જાહેરાત ઝુંબેશનો કેચફ્રેઝ “Utterly Butterly Delicious” સિલ્વેસ્ટરની પત્ની નિશા દા કુન્હા દ્વારા બનાવવામાં આવ્યો હતો.

Leave a Comment

Share this post