ભારતમાં મળ્યો ચિકનપોક્સનો નવો વેરિયેન્ટ : Clade 9

ભારતમાં મળ્યો ચિકનપોક્સનો નવો વેરિયેન્ટ : Clade 9

  • તાજેતરમાં જ વૈજ્ઞાનિકોને ભારતમાં જીવલેણ ચિકનપોક્સનું એક નવો વેરિએન્ટ જોવા મળ્યું છે. ચિકનપોક્સના આ પ્રકારને ક્લેડ 9 કહેવામાં આવે છે.
  • ચિકનપોક્સ એ એક પ્રકારનો વાયરસ છે, જે ફેલાયા પછી શરીરમાં લાલ ફોલ્લીઓ અથવા ત્વચા પર ખંજવાળ પેદા કરે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજી (NIV)ના અહેવાલ મુજબ, દેશમાં પ્રથમ વખત વેરીસેલા ઝોસ્ટર વાયરસ (VZV) ના કારણે અછબડાં થઈ રહ્યા છે.
  • વેરિસેલા ઝોસ્ટર વાયરસ ચિકનપોક્સ ફેલાવે છે. આને બાળકો અને કિશોરોમાં ચિકનપોક્સનું કારણ માનવામાં આવે છે. તે ઉધરસ અથવા છીંક દ્વારા પણ લોકોમાં ફેલાય છે.
  • અત્યાર સુધી, વેરિસેલા ઝોસ્ટર વાયરસ યુનાઇટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ, જર્મની વગેરે જેવા ઘણા દેશોમાં ફેલાયો છે. ભારતમાં વર્ષ 2023 માં પ્રથમ વખત ચિકનપોક્સના ક્લેડ 9 પ્રકારની પુષ્ટિ કરવામાં આવી છે. અગાઉ આ વેરિઅન્ટના ક્લેડ 1 અને ક્લેડ 5ના કેસ નોંધાયા છે.

Leave a Comment

Share this post