દિલ્હીમાં ભારત મંડપમ બાદ બીજું વિશ્વ કક્ષાનું કન્વેન્શન સેન્ટર : યશોભૂમિ

દિલ્હીમાં ભારત મંડપમ બાદ બીજું વિશ્વ કક્ષાનું કન્વેન્શન સેન્ટર : યશોભૂમિ

  • પ્રધાનમંત્રીએ નવી દિલ્હીનાં દ્વારકા ખાતે ‘યશોભૂમિ’ તરીકે ઓળખાતા ઇન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટરનો પ્રથમ તબક્કો દેશને અર્પણ કર્યો. આશરે રૂ. 5400 કરોડના ખર્ચે તૈયાર થયેલી અને 8.9 લાખ ચોરસ મીટરથી વધુના કુલ પ્રોજેક્ટ એરિયામાં વિકસિત થયેલી ‘યશોભૂમિ’ વિશ્વની સૌથી મોટી MICE ડેસ્ટિનેશનમાં સ્થાન મેળવશે.
  • કુલ પ્રોજેક્ટ એરિયા 8.9 લાખ ચોરસ મીટરથી વધુ છે અને કુલ બિલ્ટ અપ એરિયા 1.8 લાખ ચોરસ મીટરથી વધુ છે, ‘યશોભૂમિ’ વિશ્વની સૌથી મોટી MICE (મીટિંગ્સ, ઇન્સેન્ટિવ્સ, કોન્ફરન્સ અને એક્ઝિબિશન) સુવિધાઓમાં સ્થાન મેળવશે. અહીં વિકસાવાયેલી ‘યશોભૂમિ’માં ભવ્ય કન્વેન્શન સેન્ટર, મલ્ટીપલ એક્ઝિબિશન હોલ અને અન્ય સુવિધાઓ છે.

યશોભૂમિ કન્વેન્શન સેન્ટરની વિશેષતા

  • 73,000 ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં બાંધવામાં આવેલા કન્વેન્શન સેન્ટરમાં મુખ્ય ઓડિટોરિયમ, ગ્રાન્ડ બોલરૂમ સહિત 15 કન્વેન્શન રૂમ, ગ્રાન્ડ બોલરૂમ અને 13 મિટિંગ રૂમ છે. કન્વેન્શન સેન્ટર દેશનો સૌથી મોટો એલઇડી મીડિયા અગ્રભાગ ધરાવે છે. તે નવીન ઓટોમેટેડ સીટિંગ સિસ્ટમ્સ અને વિસ્તૃત ખુલ્લો વિસ્તાર પણ ધરાવે છે જ્યાં 500 લોકો સુધી બેસી શકે છે.
  • યશોભૂમિ’ ને નવા મેટ્રો સ્ટેશન ‘યશોભૂમિ દ્વારકા સેક્ટર 25’ ના ઉદઘાટન સાથે દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ લાઇન સાથે પણ જોડવામાં આવશે.

Leave a Comment

Share this post