જેપુરા-પાવાગઢ ખાતે રાજ્યકક્ષાનો ‘74મો વન મહોત્સવ-2023’

જેપુરા-પાવાગઢ ખાતે રાજ્યકક્ષાનો ‘74મો વન મહોત્સવ-2023’

  • દર વર્ષે ગુજરાતમાં રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગ્રામીણકક્ષાએ વિવિધ સ્વરૂપે વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ‘ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત’ના મંત્ર સાથે આ વર્ષે ભૂપેન્‍દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં તેમજ વન-પર્યાવરણ મંત્રી મૂળુભાઇ બેરા સહિત વિવિધ મંત્રીઓની ઉપસ્થિતિમાં 3 ઓગસ્ટના રોજ જેપુરા-પાવાગઢ ખાતે રાજ્યકક્ષાનો ‘74મો વન મહોત્સવ-2023’ તથા ‘વન કવચ’ લોકાપર્ણ કાર્યક્રમ યોજાયો હતો.

જેપુરા-પાવાગઢ ખાતે રાજ્યકક્ષાનો ‘74મો વન મહોત્સવ-2023′

  • ‘ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત’ના મંત્રને સમગ્ર ગુજરાતભરમાં સાર્થક કરવાના ઉદ્દેશ સાથે આગામી 5 ઓગસ્ટના રોજ રાજ્યના 32 જિલ્લાઓમાં કેબિનેટ, રાજ્યમંત્રી અને જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ તમામ આઠ મહાનગર પાલિકાઓમાં મેયરની ઉપસ્થિતિમાં 74મા વન મહોત્સવ- 2023 મહાઅભિયાનની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવનાર છે.
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચમહાલ જિલ્લાના જેપુરા-પાવાગઢ ખાતે વનકવચનું લોકાર્પણ કરીને રાજ્યના 74મા વન મહોત્સવની ઉજવણીનો આરંભ કરાવ્યો છે. આ વન કવચ 1.1 હેક્ટર વિસ્તારમાં 11000 રોપાઓનાં ઉછેર સાથે નિર્માણ પામ્યું છે. મુખ્યમંત્રીએ દેવભુમિ-દ્વારકા જિલ્લામાં હરસિદ્ધમાતા તીર્થ ક્ષેત્ર ખાતે નિર્માણ થનારાં રાજ્યનાં 23મા સાંસ્કૃતિક વન હરસિધ્ધી વનનું ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું.
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પાવાગઢ ખાતે વર્ષ 2011મા રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરી અને “વિરાસત વન” સ્વરૂપે સાંસ્કૃતિક વનની ભેટ આ પવિત્ર શક્તિપીઠના નાગરિકોને આપી હતી. આ વર્ષે વન મહોત્સવની ઉજવણી અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ‘વૃક્ષ રથ’ ઘરે ઘરે ફેરવવામાં આવશે. જેમાં ડોર ટુ ડોર રોપા વિતરણ કરવામાં આવશે. ઈ.સ.1950મા ભરૂચના પનોતા પુત્ર સ્વ.શ્રી કનૈયાલાલ મુનશીએ વનમહોત્સવની શરૂઆત કરી પર્યાવરણ સુધારણની દિશામાં એક અતિ મહત્વનુ કાર્ય આપણા સમાજને કરવા અનુરોધ કર્યો.

ગુજરાતના સાંસ્કૃતિક વન

  • ગુજરાતમાં 2004થી તત્કાલિન મુખ્યમંત્રી નરેંદ્ર મોદી દ્વારા વનમહોત્સવની ઉજવણીના ભાગ રૂપે સાંસ્કૃતિક વનોનું નિર્માણનો પ્રારંભ કરવામાં આવ્યો. આ અંતર્ગત ગુજરાતમાં 6 જુલાઇ, 2004ના રોજ ગાંધીનગરમાં સેકટર 18 ખાતે સૌપ્રથમ ‘પુનિત વન’ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
  • વર્ષ 2004 થી 2022 સુધીમાં ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ 22 સાંસ્કૃતિક વનોની સ્થાપના કરવામાં આવી છે. ગુજરાતમાં વર્ષ 2004 સુધી વનમહોત્સવની ઉજવણી ગાંધીનગરમાં જ થતી હતી. પરંતુ 2005 થી વનમહોત્સવની ઉજવણી જુદા-જુદા સ્થળે કરવાનું તત્કાલિન મુખ્યમંત્રી નરેંદ્ર મોદીએ શરૂ કરાવ્યુ હતું.
  • આ અંતર્ગત વર્ષ 2005માં ગાંધીનગર બહાર સૌપ્રથમ અંબાજી ખાતે રાજ્યકક્ષાના વનમહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 17 જુલાઇ, 2005માં અંબાજી ખાતે બીજા સાંસ્કૃતિક વન ‘માંગલ્ય વન’ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

પંચમહાલ – જેપુરા ખાતે નિર્માણ પામેલા વન કવચની વિશેષતાઓ

  • પાવાગઢથી માત્ર 6 કિલોમીટરના અંતરે જેપુરા ખાતે વિરાસત વનની બાજુમાં 1.1 હેકટર વિસ્તારમાં ગોધરા સામાજીક વનીકરણ વિભાગ દ્વારા વૈજ્ઞાનિક ઢબે આ વન કવચનું નિર્માણ કરાયુ છે. પાવાગઢ ખાતે આવેલા સાત કમાન જેવા જ આ વન કવચમાં પથ્થરથી બનેલો પ્રવેશદ્વાર તથા અહીના ગઝેબો એ ઉત્તમ શિલ્પકારીનું ઉદાહરણ છે. વિશિષ્ઠ સેન્ડસ્ટોન પ્રકારના પથ્થરની ઉપર કોતરણી કરીને 8 પીલ્લરની મદદથી ઉભા કરવામાં આવ્યા છે.  આ ગઝેબોઝ, જે પાવાગઢના યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળના બિરુદને શોભાવે છે.

Leave a Comment

Share this post