ન્યુ જર્સીમાં વિશ્વનું બીજું સૌથી મોટું મંદિરનું 8 ઓક્ટોબરે થશે ઉદ્ઘાટન

ન્યુ જર્સીમાં વિશ્વનું બીજું સૌથી મોટું મંદિરનું 8 ઓક્ટોબરે થશે ઉદ્ઘાટન

  • આધુનિક યુગમાં ભારતની બહાર વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર અમેરિકાના ન્યુ જર્સીમાં નિર્માણ થયું છે. આ મંદિરને બનાવવામાં લગભગ 14 વર્ષનો સમય લાગ્યો છે. તે 183 એકરમાં ફેલાયેલું છે. BAPS (બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા)નું નિર્માણ પામેલ સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર રોબિન્સવિલે ટાઉનશીપ, ન્યુ જર્સીમાં, ન્યુ યોર્કમાં ટાઇમ્સ સ્ક્વેરથી લગભગ 60 માઇલ દક્ષિણે અને વોશિંગ્ટન, ડીસીથી લગભગ 180 માઇલ ઉત્તરે આવેલું છે.
  • અક્ષરધામ મંદિર પ્રાચીન હિન્દુ શાસ્ત્રો અનુસાર બાંધવામાં આવ્યું છે અને પ્રાચીન ભારતીય સંસ્કૃતિને દર્શાવે છે, જેમાં 10,000 શિલ્પો અને મૂર્તિઓ, ભારતીય સંગીતનાં સાધનો અને નૃત્ય સ્વરૂપોની કોતરણીનો સમાવેશ થાય છે.
  • કંબોડિયામાં અંગકોરવાટ પછી આ મંદિર કદાચ બીજું સૌથી મોટું મંદિર છે. 12મી સદીમાં બનેલું અંગકોરવાટ મંદિર, 500 એકરમાં ફેલાયેલું વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર છે. તે યુનેસ્કોવર્લ્ડ હેરિટેજ સાઈટ છે.
  • નવી દિલ્હીમાં સ્થિત અક્ષરધામ મંદિર 100 એકરમાં બનેલું છે. તેને વર્ષ 2005માં સામાન્ય લોકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

Leave a Comment

Share this post