લેપટોપ ટેબલેટ અને પર્સનલ કોમ્પ્યુટરના આયાત ઉપર તત્કાલ નિયંત્રણ

લેપટોપ ટેબલેટ અને પર્સનલ કોમ્પ્યુટરના આયાત ઉપર તત્કાલ નિયંત્રણ

  • કેન્દ્ર સરકારે લેપટોપ, ટેબલેટ, ઓલ-ઇન-વન પર્સનલ કોમ્પ્યુટર, અલ્ટ્રા સ્મોલ ફોર્મ ફેક્ટર (USFF) કોમ્પ્યુટર અને સર્વરની આયાત પર અંકુશ લગાવ્યો છે. આયાત પરનો આ પ્રતિબંધ તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયો છે. પ્રોડક્ટની આયાતને કર્બની શ્રેણીમાં રાખવાનો અર્થ એ છે કે તેની આયાત માટે સરકારની પરવાનગી અથવા લાઇસન્સ ફરજિયાત હશે.
  • ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સંશોધન અને વિકાસ, પરીક્ષણ, બેન્ચમાર્કિંગ અને મૂલ્યાંકન, રિપેર અને રિટર્ન અને પ્રોડક્ટ ડેવલપમેન્ટના હેતુ માટે હવે પ્રતિ કન્સાઈનમેન્ટ 20 જેટલી વસ્તુઓને આયાત લાયસન્સમાંથી મુક્તિ આપવામાં આવશે. આ પગલાનો હેતુ ચીન જેવા દેશોમાંથી આયાત ઘટાડવાનો છે.
  • નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે લેપટોપ, ટેબલેટ, ઓલ-ઇન-વન પર્સનલ કોમ્પ્યુટર અને સર્વરની આયાતને તાત્કાલિક અસરથી ‘પ્રતિબંધિત’ શ્રેણીમાં મૂકવામાં આવી છે. આ નિર્ણયથી સ્થાનિક ઉત્પાદકો અને આવી વિદેશી કંપનીઓને ફાયદો થશે, જેઓ દેશમાં સતત ઉત્પાદન કરી રહી છે અને સ્થાનિક પુરવઠાને પ્રોત્સાહન આપી રહી છે અને અન્ય દેશોમાં નિકાસ કરી રહી છે.

Leave a Comment

TOPICS : ,

Share this post