સ્થાનિક ચૂંટણીઓમાં 27 ટકા OBC અનામત

સ્થાનિક ચૂંટણીઓમાં 27 ટકા OBC અનામત

  • ગુજરાત વિધાનસભામાં OBC અનામત બિલ અર્થાત ગુજરાત સ્થાનિક સત્તામંડળ કાયદા સુધારા વિધેયક-2023 પસાર કરવામાં આવ્યું છે. આ બિલ પાસ થતાં જ પાલિકા અને પંચાયતોમાં 27% અનામત લાગુ થઈ જશે, એટલે કે 8 મનપાની 181 બેઠક, 22 જિલ્લા પંચાયતોની 206 બેઠક તેમજ તાલુકા પંચાયતમાં 906 બેઠક અને નગર પાલિકાની 1270 બેઠક ઉપરાંત ગ્રામ પંચાયતની 22,617 બેઠક OBC સમાજ માટે અનામત રહેશે.
  • ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગોને બેઠકો તેમજ ચેરપર્સનની બેઠકોમાં અનામત ફાળવણી માટે સુપ્રિમ કોર્ટના દિશા-નિર્દેશ અનુસાર જસ્ટીસ ઝવેરી કમિશનની રચના કરવામાં આવી હતી.
  • આ કમિશને પોતાનો અહેવાલ રાજ્ય સરકારને રજૂ કર્યો હતો. જે અહેવાલના આધારે સુધારા વિધેયક-2023 રજૂ કરાયું હતું.
  • સુપ્રીમ કોર્ટના નિર્દશન સંદર્ભે અન્ય પછાત વર્ગોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં 27 ટકા અનામત આપનાર ગુજરાત સમગ્ર દેશમાં ચોથું રાજ્ય છે.

Leave a Comment

Share this post