યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સૂચિમાં હોયશળના પવિત્ર સમૂહોના સમાવેશ

યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સૂચિમાં હોયશળના પવિત્ર સમૂહોના સમાવેશ

  • કર્ણાટકમાં હોયશળના પવિત્ર મંદિરને યૂનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. બેલૂર, હલેબિડ અને સોમનાથપુરાના હોયશળ મંદિરોને UNESCOની લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યા છે. આ દેશના સમૃદ્ધ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાના પ્રતીક છે. આ સાથે જ યૂનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સામેલ 42 મી સાઇટ બની છે.

યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સૂચિમાં ‘Sacred Ensembles of the Hoysala’

  • સાઉદી અરેબિયાના રિયાધમાં ચાલી રહેલી 45મી વર્લ્ડ હેરિટેજ કમિટીમાં UNESCOની વર્લ્ડ હેરિટેજ સૂચિમાં ધ સેક્રેડ એન્સેમ્બલ્સ ઑફ ધ હોયસળ ભારતનું નામાંકન કરવામાં આવ્યું હતું. ભારતે જાન્યુઆરી, 2022માં વર્લ્ડ હેરિટેજ સેન્ટરને ધ સેક્રેડ એન્સેમ્બલ્સ ઑફ ધ હોયશળ માટે નોમિનેશન ડોઝિયર સબમિટ કર્યું હતું.
  • કર્ણાટકના બેલુર, હલેબીડ અને સોમનાથપુરાના હોયશળ મંદિરોને વર્ષ 2022-2023 માટે વિશ્વ ધરોહર યાદી માટે ભારતના નામાંકન તરીકે સામેલ કરવામાં આવ્યા છે.
  • હોયશળના આ પવિત્ર સ્મારક 15 એપ્રિલ, 2014થી જ યૂનેસ્કોની સંભવિત યાદીમાં સામેલ હતા. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) અંતર્ગત ત્રણ હોયશળ મંદિરોને સંરક્ષિત સ્મારક પહેલાથી જ જાહેર કરવામાં આવ્યા છે.
  • હોયશળના પવિત્ર સમૂહો, દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યમાં ત્રણ મંદિરોનો સમાવેશ કરતી શ્રેણીની મિલકત તરીકે નામાંકિત કરવામાં આવી છે, જેમાં બેલુરનું ચન્નાકેશવ મંદિર, હાલેબીડુનું હોયસળેશ્વર મંદિર અને સોમનાથપુરામાં કેશવ મંદિર, 13મી સદીના આર્કિટેક્ટ્સ અને તેમની રચનાત્મક તેજસ્વીતાને પ્રતિબિંબિત કરે છે.
  • આ મંદિરો ઉત્તર, મધ્ય અને દક્ષિણ ભારતમાં પ્રચલિત વિવિધ મંદિર નિર્માણ પરંપરાઓની પરાકાષ્ઠા છે જેમ કે નાગારા, ભૂમિજા અને દ્રવિડ શૈલીઓ. આ હોયશળ મંદિરો 12મી-13મી સદીમાં બાંધવામાં આવ્યા હતા.

બેલુર, હાલેબીડ અને સોમનાથપુરા મંદિરોની વિશેષતાઓ

  • હોયસળેશ્વરનું મંદિર, હલેબીડ : હાલેબીડુ ખાતેનું હોયસલેશ્વર મંદિર આજે અસ્તિત્વમાં રહેલા હોયશળનું સૌથી દ્રષ્ટાંતરૂપ સ્થાપત્ય છે.
  • હોયશળ રાજા, વિષ્ણુવર્ધન હોયસળેશ્વરના શાસન દરમિયાન ઈ.સ. 1121 માં બંધાયેલું હતું. શિવને સમર્પિત મંદિર, દોરાસમુદ્રના શ્રીમંત નાગરિકો અને વેપારીઓ દ્વારા પ્રાયોજિત અને બનાવવામાં આવ્યું હતું.
  • આ મંદિર 240 થી વધુ દિવાલ શિલ્પો માટે સૌથી વધુ જાણીતું છે, જે સમગ્ર બાહ્ય દિવાલ પર જોવા મળે છે.હાલેબીડમાં હોયશળ કાળના ત્રણ જૈન બાસાદી (મંદિર) તેમજ એક પગથિયાંવાળો કૂવો ધરાવતો કોમ્પ્લેક્સ છે. કર્ણાટકના હસન જિલ્લાના ‘હલેબીડ’ના સ્થળે હોયસળ વંશના રાજાઓની પ્રસિદ્ધ રાજધાની દ્વારસમુદ્ર હતી.
  • બેલુરનું ચેન્નાકેશવ મંદિર (ઈ. 1174) : કર્ણાટક રાજ્યના બેલુર(જિ. હસન)માં આવેલું ચેન્નાકેશવ નામનું પ્રસિદ્ધ મંદિરમાં બેલુરનાં શિલ્પો પૈકી વેણુગોપાલ અને ગોવર્ધનધારી કૃષ્ણનાં શિલ્પો અતિ પ્રસિદ્ધ છે. મંદિર બંધાવનાર હોયસળ રાજા વિષ્ણુવર્ધન અને તેની રાણી શાંતલાનું ઉચ્ચમૂર્ત શિલ્પ પણ આકર્ષક છે.
  • મંદિરનું નિર્માણ 1117માં શરૂ થયું અને તેને પૂર્ણ થતાં 103 વર્ષ લાગ્યાં. મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે જેને ચેન્નકેસવ તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ થાય છે સુંદર (ચેન્ના) વિષ્ણુ (કેશવ).
  • મંદિરની વિપુલતાથી શિલ્પિત બાહ્ય ભાગ વિષ્ણુના જીવન અને તેમના પુનર્જન્મ અને મહાકાવ્યો, રામાયણ અને મહાભારતના દ્રશ્યોનું વર્ણન કરે છે.
  • ગ્રેવિટી પિલર- આ પિલર 42 ફૂટ ઉંચો છે, જેને મહાસ્તંભ અથવા કાર્તિક દીપોત્સવનાં નામથી પણ ઓળખવામાં આવે છે. આ સ્તંભ – ચેન્નાકેશવ મંદિરનું પ્રમુખ આકર્ષણ છે. આ પીલરનો કોઈ જ આધાર નથી અને આ એક પથ્થરમાંથી નિર્મિત છે.
  • કેશવ મંદિર, સોમનાથપુરા : કેશવ મંદિર એ કર્ણાટકના સોમનાથપુરા ખાતે કાવેરી નદીના કિનારે એક વૈષ્ણવ મંદિર છે. હોયશળ રાજા નરસિમ્હા III ના સેનાપતિ સોમનાથ દંડનાયક દ્વારા ઈ.સ. 1258માં મંદિરને પ્રતિસ્થાપિત કરવામાં આવ્યું હતું. જેને સોમનાથ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કેશવ મંદિર હોયશળ વંશ દ્વારા બાંધવામાં આવેલ છેલ્લું મોટું મંદિર હતું.
  • જનાર્દન, કેશવ અને વેણુગોપાલ – ભગવાન કૃષ્ણને ત્રણ સ્વરૂપોમાં સમર્પિત આ એક આકર્ષક સુંદર ત્રિકુટ મંદિર છે.કમનસીબે, મુખ્ય કેશવ મૂર્તિ ગુમ છે, અને જનાર્દન અને વેણુગોપાલની મૂર્તિઓને નુકસાન થયું છે.

Leave a Comment

Share this post