P-7 હેવી ડ્રોપ પેરાશૂટ સિસ્ટમ

P-7 હેવી ડ્રોપ પેરાશૂટ સિસ્ટમ

  • હાલમાં જ P-7 હેવી ડ્રોપ પેરાશૂટ સિસ્ટમને તાજેતરમાં જ બલ્ક ઓર્ડર મળ્યો છે, જે સશસ્ત્ર દળોની પેરાડ્રોપિંગ ક્ષમતાઓને વધારવા માટેનું પગલું છે. આ ઉપરાંત ઓગસ્ટ 2023 ભારતીય વાયુસેનાએ હાલમાં DRDOની સહયોગી યૂનિટ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટેબ્લિશમેન્ટ (ADRDE) દ્વારા ડિઝાઈન અને વિકસિત હેવી ડ્રોપ સિસ્ટમનું સફળ પરિક્ષણ કર્યું હતું.

P-7 હેવી ડ્રોપ પેરાશૂટ સિસ્ટમ

  • હેવી ડ્રોપ સિસ્ટમનો ઉપયોગ 7 ટન વજન વર્ગના સૈન્ય ભંડાર જેવા કે વાહન, ગોળા-બારૂદ, ઉપકરણોને પેરાશૂટથી નીચે ઉતારવા માટે કરવામાં આવે છે. IL-76 વિમાન માટે હેવી ડ્રોપ સિસ્ટમ (P7 HDS) માં એક પ્લેટફોર્મ અને વિશેષ પેરાશૂટ સિસ્ટમ સામેલ હોય છે.
  • પેરાશૂટ સિસ્ટમ એક મલ્ટિ-સ્ટેજ પેરાશૂટ સિસ્ટમ છે, જેમાં પાંચ મુખ્ય કૈનોપી, પાંચ બ્રેક શૂટ, બે સહાયક શૂટ, એક એક્સટ્રેક્ટર પેરાશૂટ સામેલ છે. તેનું પ્લેટફોર્મ એલ્યુમિનિયમ અને સ્ટીલના મિશ્રણથી બનેલું મેટલ સ્ટ્રક્ચર છે. આ સિસ્ટમ સમ્પૂર્ણ સ્વદેશી સંસાધનો સાથે સફળતાપૂર્વક વિકસાવવામાં આવી છે.
  • P-7 એચડીએસને આર્મીમાં સામેલ કરવામાં આવી છે. P-7 હેવી ડ્રોપ સિસ્ટમ L&T કંપની દ્વારા બનાવવામાં આવી રહી છે, જ્યારે પેરાશૂટ ઓર્ડનન્સ ફેક્ટરી દ્વારા બનાવવામાં આવી રહી છે. આ પેરાશૂટને તેલ અને પાણીની અસર થતી નથી અને તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય છે.
  • IL 76 : તે રશિયન મૂળનું લશ્કરી પરિવહન એરક્રાફ્ટ છે. તે દૂરસ્થ, નબળી સેવા ધરાવતા વિસ્તારોમાં ભારે મશીનરી પહોંચાડવા માટે બનાવવામાં આવ્યું હતું. સિસ્ટમ 260 થી 400 કિમી પ્રતિ કલાકની ડ્રોપ સ્પીડ પર કાર્ય કરે છે, જે વિવિધ પરિસ્થિતિઓમાં તેની અનુકૂલનક્ષમતા દર્શાવે છે.

Leave a Comment

Share this post