મલયાલમ ફિલ્મ “2018- Everyone is a Hero ” ઓસ્કાર 2024 માટે ભારતની સત્તાવાર એન્ટ્રી

મલયાલમ ફિલ્મ “2018- Everyone is a Hero” ઓસ્કાર 2024 માટે ભારતની સત્તાવાર એન્ટ્રી

  • ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ભારત તરફથી ઓસ્કાર 2024 માટે મલયાલમ ફિલ્મ ‘2018- એવરીવન ઈઝ એ હીરો’ની ઓફિશિયલ એન્ટ્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. ફિલ્મ ‘2018 એવરીવન ઇન અ હીરો’ વર્ષ 2018માં કેરળમાં આવેલા પૂરની આત્માને હચમચાવી દે તેવી વાર્તા પર આધારિત છે.
  • આ વર્ષે(2023) મે માસમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘2018’ 100 કરોડની કમાણી કરનારી સૌથી ઝડપી મલયાલમ ફિલ્મ છે. ‘2018- એવરીવન ઈઝ એ હીરો’ ફિલ્મ શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણીમાં ઓસ્કાર એવોર્ડ માટે સ્પર્ધા કરશે. 2023માં રિલીઝ થયેલી ફિલ્મો માટે 96મો ઓસ્કાર 10 માર્ચ, 2024ના રોજ લોસ એન્જલસમાં યોજાશે.
  • 2002માં લગાન પછીથી, કોઈપણ ભારતીય એન્ટ્રીને ઓસ્કારમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ માટે નોમિનેટ કરવામાં આવી નથી. માત્ર બે અન્ય ફિલ્મો અંતિમ પાંચમાં સ્થાન મેળવી શકી છે જેમાં નરગીસ અભિનીત મધર ઈન્ડિયા, અને મીરા નાયરની સલામ બોમ્બેનો સમાવેશ થાય છે.
  • ‘2018- એવરીવન ઈસ એ હીરો’ ફિલ્મને જુડ એન્થોની જોસેફ દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે.

Leave a Comment

Share this post