આદિગુરુ શંકરાચાર્યની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ

આદિગુરુ શંકરાચાર્યની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ

  • મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ 5,000 ઋષિ, સંતો, આચાર્યો અને મહામંડલેશ્વરો અને 1,000 વિદ્વાનોની હાજરીમાં વિશ્વને એકતાનો સંદેશ આપનાર આદિગુરુ શંકરાચાર્યની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.
  • નર્મદા નદીના કિનારે ખંડવા જિલ્લામાં ઓમકારેશ્વર સ્થિત માંધાતા પર્વતના શિખર પર આ વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.
  • નર્મદાના કિનારે આવેલ દેશના ચોથા જ્યોતિર્લિંગ ઓમકારેશ્વર, શંકરાચાર્યનું દીક્ષા સ્થળ છે, જ્યાં તેઓ તેમના ગુરુ ગોવિંદ ભગવતપદને મળ્યા હતા અને અહીં 4 વર્ષ સુધી શિક્ષણનો અભ્યાસ કર્યો હતો. 12 વર્ષની ઉંમરે, તેઓ ઓમકારેશ્વરથી અખંડ ભારતમાં વેદાંત ફેલાવવા માટે નીકળ્યા.
  • ઓમકારેશ્વરમાં શંકરાચાર્યની પ્રતિમાને ‘સ્ટેચ્યુ ઓફ વનનેસ’ (Statue of Oneness) નામ આપવામાં આવ્યું છે. આ સમગ્ર વિસ્તારને એકાત્મ ધામ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. અહીં ‘અદ્વૈત લોક’ નામનું મ્યુઝિયમ પણ બનાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ‘આચાર્ય શંકર અદ્વૈત વેદાંત સંસ્થા’ની પણ સ્થાપના કરવામાં આવી રહી છે.
  • આ પ્રતિમાના નિર્માણનું કામ L&T કંપની કરી રહી છે. મહારાષ્ટ્રના શોલાપુરના પ્રસિદ્ધ શિલ્પકાર ભગવાન રામ પુરે આ પ્રતિમા તૈયાર કરી છે, જ્યારે ચિત્રકાર વાસુદેવ કામતે 2018માં તેનું ચિત્ર તૈયાર કર્યું હતું.
  • 2017-18માં ‘એકત્મા યાત્રા’ પણ કાઢી હતી. આ અંતર્ગત 27,000 ગ્રામ પંચાયતોમાંથી ધાતુ સંગ્રહણ માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. ‘એકાત્મ ધામ’માં શંકરાચાર્યને લગતી કાર્ટૂન વાર્તાઓ, લેસર લાઇટ વોટર સાઉન્ડ શો, તેમના જીવન પરની ફિલ્મ, ‘સૃષ્ટિ’ નામનું અદ્વૈત અર્થઘટન કેન્દ્ર, નર્મદા વિહાર, અન્નક્ષેત્ર અને શંકર કલાગ્રામ વિકસાવવામાં આવ્યા છે.
  • અહીં પરંપરાગત ગુરુકુળની પણ સ્થાપના કરવામાં આવશે. આ સાથે 36 હેક્ટરમાં ‘અદ્વૈત ફોરેસ્ટ’ પણ વિકસાવવામાં આવી રહ્યું છે. સ્ટેચ્યુ સિવાય પ્રોજેક્ટનું બાકીનું કામ ડિસેમ્બર 2024 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.

Leave a Comment

Share this post