વિશ્વ ગેંડા દિવસ 22 સપ્ટેમ્બર

વિશ્વ ગેંડા દિવસ 22 સપ્ટેમ્બર

  • વિશ્વ ગેંડા દિવસ દર વર્ષે 22મી સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસ ગેંડાની પ્રજાતિઓની દુર્દશા વિશે જાગૃતિ લાવવા અને તેમના રક્ષણ માટે હિમાયત કરવાની વૈશ્વિક પહેલ છે. સમગ્ર વિશ્વમાં ગેંડા નિષ્ણાતો અને હિમાયતીઓ દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
  • કેટલાક દાયકાઓથી સતત શિકાર અને વસવાટના નુકશાનને કારણે ગેંડાની પ્રજાતિઓ લુપ્ત થવાના આરે છે એ અંગે વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ (WWF) – દક્ષિણ આફ્રિકા દ્વારા 2010માં સૌપ્રથમવાર જાહેરાત કરવામાં આવી હતી. ગેંડાની પાંચ જાતિઓ (kinds) પૈકી ત્રણ જાત એશિયામાં અને બે જાત આફ્રિકામાં જોવા મળે છે.
  • દર સપ્ટેમ્બરમાં, ઇન્ટરનેશનલ રાઇનો ફાઉન્ડેશન (IRF) રિપોર્ટ, સ્ટેટ ઓફ ધ રાઇનો, પ્રકાશિત કરે છે. ઇન્ડોનેશિયા ઉજુંગ કુલોન રાષ્ટ્રીય ઉદ્યાન, જાવા ગેંડાની વિશ્વની એકમાત્ર વસ્તીનું ઘર છે.
  • ઢાલ જેવી જાડી ચામડી ધરાવતું, નાસિકાની ઉપરના ભાગમાં એક કે બે શૃંગ ધરાવતું, ટૂંકા માંસલ પગવાળું, જમીન ઉપરનું એક વિશાળકાય સસ્તન પ્રાણી છે. ગેંડાની પાંચ જાતિઓ (kinds) જોવા મળે છે, તે પૈકી ત્રણ જાત એશિયામાં અને બે જાત આફ્રિકામાં જોવા મળે છે. ગેંડા (Rhino) IUCN લાલ યાદીમાં છે.
  • આ પ્રજાતિઓ ભારત-નેપાળ તરાઈ અને ઉત્તર પશ્ચિમ બંગાળ અને આસામમાં નાના વસવાટ માટે મર્યાદિત છે. ભારતમાં ગેંડા મુખ્યત્વે કાઝીરંગા NP, પોબીટોરા WLS, ઓરાંગ NP, આસામમાં માનસ NP, પશ્ચિમ બંગાળમાં જલદાપારા NP અને ગોરુમારા NP અને ઉત્તર પ્રદેશમાં દુધવા TRમાં જોવા મળે છે.
  • IUCN Red List: Vulnerable.
  • CITES: Appendix-I
  • Wildlife Protection Act, 1972: Schedule I.

Leave a Comment

Share this post